બુદ્ધિપ્રકાશ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બુદ્ધિપ્રકાશ
Buddhi Prakash Gujarati periodical 1850.jpg
અંક ૭, માર્ચ ૧૮૫૪
હાલના તંત્રીઓમધુસુદન પારેખ
રમેશ શાહ
પ્રથમ તંત્રીદલપતરામ
પૂર્વ સંપાદકહીરાલાલ ટી. પારેખ
રસિકલાલ સી. પરીખ
ઉમાશંકર જોષી
કે. કા. શાસ્ત્રી
ભોગીલાલ સાંડેસરા
યશવંત શુક્લ
નગીનદાસ પારેખ
હરિપ્રસાદ શાસ્ત્રી
વર્ગસાહિત્ય, સમાજશાસ્ત્ર, રાજકારણ, વિજ્ઞાન
આવૃત્તિમાસિક
બંધારણમુદ્રિત
પ્રકાશકગુજરાત વિદ્યા સભા
સ્થાપના વર્ષ૧૮૫૦
પ્રથમ અંક૧૫ મે ૧૮૫૦
દેશભારત
મુખ્ય કાર્યાલયઅમદાવાદ, ગુજરાત
ભાષાગુજરાતી
ISSN2347-2448
OCLC ક્રમાંક6335883

બુદ્ધિપ્રકાશ ‍(English: Light of Knowledge) ગુજરાતી ભાષાનું ગુજરાત વિદ્યા સભા (અગાઉ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરીકે ઓળખાતી), અમદાવાદ દ્વારા પ્રકાશિત થતું એક સામયિક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બુદ્ધિપ્રકાશની સ્થાપના ૧૮૫૦[૧]માં લીથોટાઇપ પાક્ષિક તરીકે થઇ હતી. આ સામયિકનો પ્રથમ અંક ૧૫ મે ૧૮૫૦ના રોજ અમદાવાદથી પ્રગટ થયો હતો. પ્રથમ અંકમાં ૧૬ પાનાંઓમાં ૨૬ વિષયો આવરાયા હતા જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી લઇને ફિલસૂફીનો સમાવેશ થતો હતો. તેની કિંમત પ્રતિ અંક ૧.૫ આના હતી. દોઢ વર્ષના પ્રકાશન પછી તે બંધ કરવામાં આવ્યું હતું.[૨][૩][૪]

એપ્રિલ ૧૮૫૪માં રાવ બહાદુર ભોગીલાલ પ્રણવવલ્લભદાસની મદદથી અને અંગ્રેજી શાળાના આચાર્ય ટી. બી. કાર્ટિસના માર્ગદર્શન હેઠળ અમદાવાદની એક ઉચ્ચ માધ્યમિક શાળા[કયા?] ના વિદ્યાર્થીઓ વડે તેનું પ્રકાશન ફરી શરૂ કરવામાં આવ્યું. ૧૮૫૫માં એલેકઝાન્ડર ફાર્બસની વિનંતીથી દલપતરામ તેના તંત્રી બનવા સંમત થયા હતા. પાછળથી તેના તંત્રીઓમાં હીરાલા ટી. પારેખ, રસિકલાલ સી. પરીખ, ઉમાશંકર જોષી, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સંદેસરા, યશવંત શુક્લા, નગીનદાસ પારેખ અને હરીપ્રસાદ શાસ્ત્રી રહ્યા હતા. હાલમાં તેના તંત્રીઓ મધુસૂદન પારેખ અને રમેશ શાહ છે.[૩][૪][૫]

સામગ્રી[ફેરફાર કરો]

બુદ્ધિપ્રકાશ સામયિકે ૧૯મી સદીમાં ગુજરાતની સામાજીક સુધારણા ચળવળમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સુધારાઓની હિમાયત કરી હતી. સાહિત્ય ઉપરાંત તેમાં સમાજશાસ્ત્ર, રાજકારણ, ધર્મ, તત્વજ્ઞાન, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પુરાતત્વ, ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્રના વિષયોની માહિતી પ્રગટ થઇ છે. તેમાં ક્યારેક ખાસ અંક પણ પ્રકાશિત થયા છે. દલપતરામનું દલપતપિંગળ આ સામયિકમાં ૧૮૫૫ થી ૧૮૬૦ દરમિયાન પ્રગટ થયું હતું.[૩][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Elisabeth Arweck; Stephen Bullivant; Lois Lee (૧૬ માર્ચ ૨૦૧૬). Secularity and Non-Religion. Taylor & Francis. pp. ૫૯. ISBN 978-1-134-91065-6. Retrieved ૮ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (help)
  2. Shastri, Parth (૨૬ ડિસેમ્બર ૨૦૧૩). "Gujarat Vernacular Society instrumental in revival of language". Times of India. Retrieved ૮ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (help)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Vyas, Kishor (મે ૨૦૧૨). મહેતા, હસિત, ed. સાહિત્યિક સામાયિકો: પરંપરા અને પ્રભાવ (Gujarati Literary Megazines: Tradition and Influence). અમદાવાદ: રન્નાદે પ્રકાશન. pp. ૪૮-૪૯. Check date values in: |accessdate= (help); |access-date= requires |url= (help)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ રમેશ દવે (૧૯૯૬). "બુદ્ધિપ્રકાશ". In ચંદ્રકાંત ટોપીવાળા. ગુજરાતી સાહિત્યકોશ (Encyclopedia of Gujarati Literature). . અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૪૨૧-૪૨૨. Unknown parameter |trans_title= ignored (help); Check date values in: |year= (help)
  5. Phiroze Vasunia (૧૬ મે ૨૦૧૩). The Classics and Colonial India. United kingdom: OUP Oxford. p. ૨૭૯. ISBN 978-0-19-162607-4. Retrieved ૧૮ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (help)