કે. કા. શાસ્ત્રી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કે. કા. શાસ્ત્રી
Keshavram Kashiram Shastri.jpg
જન્મની વિગત૨૮ જુલાઇ ૧૯૦૫ Edit this on Wikidata
માંગરોળ Edit this on Wikidata
મૃત્યુની વિગત૯ સપ્ટેમ્બર ૨૦૦૬ Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
વ્યવસાયલેખક&Nbsp;edit this on wikidata
પુરસ્કારરણજિતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી (સાહિત્ય માટે) Edit this on Wikidata
સહી
K K Shatri autograph.png

કેશવરામ કાશીરામ શાસ્ત્રી અથવા ટૂંકાક્ષરોમાં કે. કા. શાસ્ત્રી બહુશ્રુત વિદ્વાન હતા.ઉપરાંત પુરાતત્વવિદ પણ હતા.કચ્છમાં લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી ખાપરા કોડિયાની બે ગુફાની શોધ ઈ.સ.1967માં શોધેલી છે.

વિગત[ફેરફાર કરો]

કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ જૂનાગઢ જિલ્લાના માંગરોળ (સોરઠ) મુળવતન હાલ ના પોરબંદર જિલા ના કુતિયાણા તાલુકાનું પસવારી ગામ, ખાતે ૨૮ જુલાઇ ૧૯૦૫ના રોજ થયેલો. તેઓ વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા. "મહામાહિમોપાધ્યાય" બ્રહ્મર્ષિ અને વિદ્યાવાચસ્પતિ જેવા ઉપનામ થી ઓળખાતા તેઓ પાંડિત્યની પરાકાષ્ટાએ પહોચેલા. તેઓએ મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત અને ‘ડોક્ટરેટ’(Ph.d) માટેના માન્ય ગાઈડ પણ હતા."મહામાહિમોપાધ્યાય" અને "શુદ્ધાદ્વૈતાલંકાર"ની પદવીથી સન્માનિત થયેલા. તેમણે ૨૪૦ જેટલાં પુસ્તકો, ૧૫૦૦ લેખ લખ્યા છે અને સાથો-સાથ ૧૯ વિદ્યાર્થીઓ ને પીએચ.ડી. માટે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રિસર્ચ સોસાયટી, અમદાવાદના નિયામક હોવાની સાથે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાપક પણ હતા. ૧૯૮૫માં તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમવામાં આવ્યા.

તેઓ ૯ સપ્ટેમ્બર ૨૦૦૬ ના રોજ ૧૦૧ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી અવસાન પામ્યા.

મુખ્ય રચનાઓ[ફેરફાર કરો]

 • ભાષાશાસ્ત્ર અને વ્યાકરણ- અક્ષર અને શબ્દ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, અનુશીલન, ગુજરાતી ભાષાલેખન, ગુજરાતી વાગવિકાસ, ગુજરાતી રૂપરચના, ગુજરાતી ભાષાશાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ભાષા અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ, વાગવિભવ
 • કોશ - ગુજરાતી ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, બૃહદગુજરાતી કોશ ખંડ.
 • ઇતિહાસ - ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ, અસાંજો કચ્છ, અતીતને આરે.
 • સંપાદન - ગોપાલદાસકૃત વલ્લભાખ્યાન, મહાભારત પદબંધ, રત્નેશ્વરકૃત ભાગવત સ્કંધ ૧,૨; ભીમકૃત પ્રબોધપ્રકાશ, દયારામકૃત ભક્તિપોષણ, હારસમેનાં પદ અને હારમાળા, શ્રીમહાપ્રભુસ્તુતિમુક્તાવલિ, શ્રીકૃષ્ણસ્તવનાવલિ, બ્રહ્મવાદપ્રવેશિકા, નરસિંહ મહેતાકૃત રાસ સહસ્ત્ર પદી, અસાઇત કૃત હંસાઉલિ, દલપત કાવ્ય, પ્રેમાનંદ કૃત મામેરું.
 • નાટક - અજેય ગૌરી શંકર અને બીજી એકાંકીઓ, ખનદાન લોહી.
 • ચરિત્ર - આપણા કવિઓ, આપણા સારસ્વતો.
 • સામ્પ્રદાયિક - વૈષ્ણવ બાલ પાઠાવલિ, પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રકાર, નારદ અને શાંડિલ્યનાં ભક્તિ સૂત્રો, ભગવદ ગીતા - તાત્વિક અભ્યાસ, વેદ ચિંતામણિ.
 • સંસ્કૃત - સૌંદર્ય પદ્યમ, નવરત્ન સ્તોત્રમ્, અમરકોશ, વનૌષધિ કોશ, સિધ્ધાંત રહસ્યમ્.
 • અનુવાદ - પ્રેમની પ્રસાદી, સંક્ષિપ્ત ભરત નાટ્ય શાસ્ત્ર, મુદ્રા રાક્ષસ, કાલિદાસનાં નાટકો, ષોડશ ગ્રંથ, ભાસ નાટક ચક્ર.
 • અંગ્રેજી - Structural build up of a Thesis.

સન્માન[ફેરફાર કરો]

 • ૧૯૫૨- રણજિતરામ સુવર્ણચંદ્રક
 • ૧૯૬૬- વિદ્યાવાચસ્પતિ ની પદવી અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણન ના હસ્તે.
 • ૧૯૬૬- મહામહિમોપાધ્યાય ભારતી પરિષદ, પ્રયાગ તરફથી.
 • ૧૯૭૬- પદ્મશ્રી - ભારત સરકાર તરફથી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]