જુનાગઢ જિલ્લો

વિકિપીડિયામાંથી
(જૂનાગઢ જિલ્લો થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જુનાગઢ જિલ્લો
જૂનાગઢ જિલ્લો
જિલ્લો
બહાદ્દુદિન મકબરો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
Coordinates: 21°31′N 70°27′E / 21.517°N 70.450°E / 21.517; 70.450
દેશ ભારત
રાજ્યગુજરાત
સરકાર
 • પ્રકારપંચાયતી રાજ
 • પ્રકારજિલ્લા પંચાયત, જૂનાગઢ
 • પ્રમુખસેજાભાઈ કરમટા
 • જિલ્લા વિકાસ અધિકારીપ્રવીણ ચૌધરી
 • કલેક્ટરડૉ.સૌરભ પારધી
ઉંચાઇ૧૦૭ m (૩૫૧ ft)
વસ્તી (૨૦૧૧)
 • કુલ૨૭,૪૩,૦૮૨
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
પિન કોડ૩૬૨ ૦૦x
વાહન નોંધણીજીજે-૧૧
વેબસાઇટjunagadhdp.gujarat.gov.in/junagadh
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ

જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો જિલ્લો છે. જુનાગઢ જિલ્લાનું પાટનગર જૂનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને મહાનગરપાલિકા છે.

ભૂગોળ[ફેરફાર કરો]

પોરબંદર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લો એ જૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે. તેની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લાની વસ્તી ૨૭,૪૩,૦૮૨ છે[૧] જે જમૈકા દેશ[૨] અથવા યુ.એસ.એ.ના રાજ્ય ઉટાહ જેટલી છે.[૩] ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી જુનાગઢનો વસ્તીની દ્રષ્ટિએ ૧૪૨મો ક્રમ છે.[૧] જિલ્લાની વસ્તી ગીચતા ૩૧૦ વ્યક્તિ પ્રતિ ચો.કિમી. છે.[૧] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન જિલ્લાનો વસ્તી વધારો ૧૨.૦૧% રહ્યો હતો.[૧] જુનાગઢમાં જાતિ પ્રમાણ ૯૫૨[૧] અને સાક્ષરતા ૭૬.૮૮% છે.[૧]

તાલુકાઓ[ફેરફાર કરો]

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આ જિલ્લામાંથી અલગ ગીર સોમનાથ જિલ્લાની રચના કરવામાં આવી હતી. નવ રચિત જિલ્લામાં, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને નવ રચિત ગીર ગઢડા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલો.[૪]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સિંચાઇ[ફેરફાર કરો]

જુનાગઢ જિલ્લામાં સામાન્‍ય રીતે ૧પ જુન થી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં વરસાદ પડે છે. ઓઝત, મધુવંતી, હીરણ, મચ્‍છુન્‍દ્રી, શિંગાડા, રાવલ, ઉબેણ, સોનરખ, સાબલી, મેઘલ, વગેરે મોટી નદીઓ આવેલી છે. જિલ્‍લામાં મોટા ડેમ આવેલા નથી પરંતુ રાજય સિંચાઇ વિભાગના નિયંત્રણ હેઠળના મધ્‍યમ અને નાના મળી કુલ ૧૮ ડેમ આવેલા છે. સને ર૦૧૦ના વર્ષમાં આ જિલ્‍લામાં સૌથી વધુ વરસાદ તાલાળા તાલુકામાં ર૦ર૦ મી.મી. અને સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં ૧૧પ૮ મિ.મી. નોંધાયો હતો. જિલ્‍લાનો સરેરાશ વરસાદ ૧પપ૪.ર૮ મી.મી. છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "Junagadh District Population - Census 2011". CensusIndia.co.in.
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved ૧ જાન્યુઆરી ૨૦૧૧. Jamaica 2,868,380 July 2011 est Check date values in: |accessdate= (મદદ)
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. the original માંથી ૧ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Utah 2,763,885 Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 4. ગુજરાત સરકારે આજે સાત નવા જિલ્લાની જાહેરાત કરી

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

જૂનાગઢ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
 1. કેશોદ
 2. જુનાગઢ ગ્રામ્ય
 3. જુનાગઢ શહેર
 4. ભેંસાણ
 5. માણાવદર
 6. માળિયા
 7. માંગરોળ
 8. મેંદરડા
 9. વિસાવદર
 10. વંથલી

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન

Junagadh in Gujarat (India).svg