કેશોદ તાલુકો
Appearance
કેશોદ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જૂનાગઢ |
મુખ્ય મથક | કેશોદ |
વિસ્તાર | |
• કુલ | ૫૫૬.૬ km2 (૨૧૪.૯ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૯૪૭૪૬ |
• ગીચતા | ૩૫૦/km2 (૯૧૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૪૩ |
• સાક્ષરતા | ૭૮.૬૮% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
કેશોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જૂનાગઢ જિલ્લાનો તાલુકો છે. કેશોદ ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
આબોહવા
[ફેરફાર કરો]અહીંની આબોહવા ખુશનુમા છે. અહીં ચોમાસામાં સરેરાશ ૭૫૦ મિ.મી. વરસાદ પડે છે. જાન્યુઆરી અને જુલાઈ મહિનાનાં સરેરાશ તાપમાન ૧૨° સે. ૩૮° સે. રહે છે. અહીં જિલ્લાનું એક હવામાન કેન્દ્ર આવેલું છે.[૨]
પાક
[ફેરફાર કરો]કેશોદ તાલુકાની જમીન ફળદ્રુપ કાંપવાળી છે, તેથી અહીં ઘઉં, બાજરી જેવા ખાદ્ય પાકો તથા મગફળી, કપાસ જેવા રોકડિયા પાક ખૂબ થાય છે. ફળફળાદિમાં કેરી, કેળાં અને ચીકુ મોટા પ્રમાણમાં થાય છે.[૨]
તાલુકાનાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Keshod Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ મે ૨૦૧૭.
- ↑ ૨.૦ ૨.૧ "કેશોદ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |