લખાણ પર જાઓ

બાલાગામ (તા. કેશોદ)

વિકિપીડિયામાંથી
બાલાગામ
—  નગર  —
બાલાગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°22′09″N 70°05′53″E / 21.369186°N 70.098159°E / 21.369186; 70.098159
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

બાલાગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં બાંટવા નજીક આવેલું એક નાનું નગર છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે

ઇતિહાસ

[ફેરફાર કરો]

મુસ્લિમ શાસન સમયે આ ગામનું નામ ઘેબનપુર હતું અને વસ્તી સંપૂર્ણપણે મુસ્લિમ સમુદાયની હતી. ત્યારબાદ નિર્જન બન્યા પછી ગામને સોરઠીયા આહીર બાલા ભેડાએ ફરી વસાવ્યું અને તે પરથી ગામનું નામ બાલાગામ પડ્યું. જોકે અન્ય મત મુજબ આ ગામ ઉંચાઇ પર વસેલું હોવાથી તેનું નામ બાલાગામ પડ્યું છે. બ્રિટિશ શાસન સમયે આ ગામ સોલંકી રાજપૂતોના શાસનમાં હતું. બાલાગામ જૂનાગઢ હેઠળ આવતો અલગ મહેસુલ ઉપવિભાગ હતો.[]

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

અહીં માર્ગી સાધુઓના દાસ બાવા પંથનું દાસારામ મંદિર તથા જળ સમાધિ સ્થાન આવેલા છે, જેમને આહીર લોકો પૂજે છે. દાસ એક વખત ગામમાં નહાવા ગયા અને પછી ફરી દેખાયા નહી. તેમનાં અનુયાયીઓ તેઓ સ્વર્ગમાં ગયા હોવાનું માને છે. તેમની પાઘડી કૂવા પાસે મળી આવી, જેને તેઓ આજે પણ પૂજે છે.[] અહીં દરબારગઢ આવેલ છે.

ગામથી એકાદ માઇલ પૂર્વે વાસણદેવીનું મંદિર આવેલું છે જે વડનગરના નાગર બ્રાહ્મણ જોશીપુરા સમાજની કુળદેવી ગણાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Balagam Gram Panchayat portal[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૬.

 આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૬.