લખાણ પર જાઓ

મગફળી

વિકિપીડિયામાંથી
મગફળીનો છોડ
મગફળીનો છોડ

મગફળી એ એક વનસ્પતિ છે, જે તેલિબીયાં આપતી વનસ્પતિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. આમ મગફળી એ ગુજરાત રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે મહત્વ ધરાવતો પાક છે. મગફળી વનસ્પતિમાંથી મેળવાતા પ્રોટીન માટેનો સુલભ અને સસ્તો સ્ત્રોત છે. મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ માંસમાં રહેલા પ્રોટીનની તુલનામાં ૧.૩ ગણું, ઇંડામાં રહેલા પ્રોટીનની તુલનામાં ૨.૫ ગણું તેમ જ ફળોમાં રહેલા પ્રોટીન કરતાં ૮ ગણું વધારે હોય છે.

મગફળીના ઉત્પાદન માટે ભૌગોલિક કારકો

[ફેરફાર કરો]

સામાન્ય રીતે મગફળીનું વાવેતર જૂન- જુલાઇ મહિનામાં કરવામાં આવે છે.

  • ઉત્પાદક કટિબંધ - મગફળીનો છોડ ઉષ્ણ કટિબંધની વનસ્પતિ છે.
  • તાપમાન - ૨૨ થી ૨૫ ડીગ્રી સેન્ટિગ્રેડ
  • વરસાદ - ૬૦ થી ૧૩૦ સે.મી. વરસાદ જરુરી હોય છે.
  • માટી - હલકી दोमट માટી ઉત્તમ હોય છે. માટી કરકરી તેમ જ પોલાણવાળી હોવી જોઇએ.

મગફળીનો ઉપયોગ

[ફેરફાર કરો]

ખાસ કરીને મગફળીના દાણામાંથી સીંગતેલ મેળવવામાં આવે છે. આ ઉપરાંત મગફળીનું ગોતર એટલે કે સુકાયેલા છોડનો કચરાનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. મગફળીના દાણામાંથી સીંગતેલ કાઢી લીધા પછી વધતા ખોળને પણ દુધાળાં પશુઓના ખોરાક તરીકે વાપરવામાં આવે છે. મગફળીના દાણાનો સૂકામેવા તરીકે, ખારા શેકેલા સિંગદાણાનો નાસ્તા તરીકે, આખી મગફળીની સિંગો બાફીને તેમ જ ભારતીય વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે મગફળીના દાણા અથવા તેના ભૂકાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

મગફળીના ઉત્પાદન તેમ જ વિતરણ

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]