લખાણ પર જાઓ

રવિ પાક

વિકિપીડિયામાંથી

ભારતમાં શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે.[] તે શિયાળુ પાક તરીકે પણ ઓળખાય છે. આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રિલમાં થાય છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા[] અને રાઈ એ મહત્ત્વના રવિ પાકો છે. ભારતના ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભાગ જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. પશ્ચિમી ફેલાયેલા વાવાઝોડાને કારણે વરસાદની પૂરતી પ્રાપ્તિ આ પાકોની સફળતા માટે મદદરૂપ છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Balfour, Edward (1885). The Cyclopaedia of India and of Eastern and Southern Asia (3 આવૃત્તિ). London: Bernard Quaritch. પૃષ્ઠ 331. મૂળ સંગ્રહિત માંથી 2014-04-15 પર સંગ્રહિત.
  2. Rabi crop planting rises 10% in a week, 2016.