વટાણા (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Pea
Peas are contained within a pod
Pea plant: Pisum sativum
જૈવિક વર્ગીકરણ
જગત: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
ગૌત્ર: Fabales
કુળ: Fabaceae
ઉપકુળ: Faboideae
સમૂહ: Vicieae
પ્રજાતિ: Pisum
જાતિ: P. sativum
દ્વિપદ નામ
Pisum sativum
L.

વટાણા એક પુષ્પીય તથા દ્વિદળી વનસ્પતિ છે. તેનો છોડ દોઢ થી બે ફૂટ ઊંચાઈ ધરાવતો હોય છે અને તેના મૂળ ગાંઠ ધરાવતાં હોય છે. તેનાં પર્ણો પતંગીયા આકારના હોય છે, તથા કેટલાંક પર્ણો વેલની જેમ લાંબા થયેલાં જોવા મળે છે, જેને સૂત્ર કહેવાય છે તથા તે આજુબાજુ રહેલી વસ્તુને વીટળાઈ જઈ તેનો ટેકો મેળવવાનું કાર્ય કરે છે. તેનું થડ ખોખલું હોય છે. તેની શીંગો લાંબી, ગોળાઈ ધરાવતી, અનેક બીજોવાળી હોય છે. વટાણાના દાણા લીલાં હોય ત્યારે શાકભાજી તરીકે તેમ જ સૂકાય પછી કઠોળ તરીકે ખોરાકમાં વાપરવામાં આવે છે. વટાણાના એક દાણા (બી)નું વજન ૦.૧ થી ૦.૩૬ ગ્રામ જેટલું હોય છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]