રજકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રજકો
75 Medicago sativa L.jpg
રજકો (મેડિકાગો સટાઇવા)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): દ્વિદળી
(unranked): યુડિકોટ્સ
(unranked): રોઝિડ્સ
Order: ફેબેલ્સ
Family: ફેબેસી
Genus: મેડિકાગો (Medicago)
Species: સટાઇવા (M. sativa)
દ્વિનામી નામ
મેડિકાગો સટાઇવા
લિનીયસ (L)[૧]
Subspecies

Medicago sativa subsp. ambigua (Trautv.) Tutin
Medicago sativa subsp. microcarpa Urban
Medicago sativa subsp. sativa L.
Medicago sativa subsp. varia (T. Martyn) Arcang.

રજકો (વૈજ્ઞાનિક નામ: Medicago sativa, અંગ્રેજી: Alfalfa, lucerne, lucerne grass) કઢોળ વર્ગની બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેને ઘોડાઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસા સિવાયના સમયમાં લીલો ઘાસચારો પ્રાપ્ય ન હોય ત્યારે પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂતો રજકાનું પોતાના ખેતરમાં વાવેતર કરી તેની ખેતી કરે છે. આ રજકો એકથી દોઢ ફૂટ જેટલો ઉંચો થાય ત્યારે તેને કાપીને પશુઓને ખવડાવવામાં આવે છે. આ વનસ્પતિ ભારત દેશમાં પાલતુ પશુઓ માટેના મુખ્ય લીલા ખોરાક તરીકે વાપરવામાં આવે છે. ભારત ઉપરાંત યુ.કે., દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં તથા એશિયાના અન્ય દેશોમાં તેનું વાવેતર કરવામાં આવે છે.

ગુજરાતમાં રજકાની બે મુખ્ય જાતો વવાય છે, બારમાસિયો રજકો અને ભૂંગળીઓ રજકો. બારમાસી રજકો એક વર્ષ સુધી સતત વણઅટક્યે ઉત્પાદન આપે છે જ્યારે ભૂંગળીઓ રજકો પૌષ્ટિક અને સત્વધારી હોય છે. આ રજકાનો સમયકાળ ૭ મહિનાથી ૧૦ મહિના જેટલો હોય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Medicago sativa - ILDIS LegumeWeb". www.ildis.org. Retrieved 2008-03-07. Check date values in: |accessdate= (મદદ)