માણાવદર તાલુકો
માણાવદર તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જુનાગઢ |
મુખ્ય મથક | માણાવદર |
વિસ્તાર | |
• કુલ | ૫૯૨ km2 (૨૨૯ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૧૩૨૮૩૦ |
• ગીચતા | ૨૨૦/km2 (૫૮૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૩૩ |
• સાક્ષરતા | ૭૮.૧૭% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
માણાવદર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો તાલુકા છે. માણાવદર આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]માણાવદર તાલુકાની ઉત્તરમાં કુતિયાણા તાલુકો અને રાજકોટ જિલ્લો, પૂર્વમાં વંથળી, દક્ષિણમાં કેશોદ અને માંગરોળ તથા પશ્ચિમમાં કુતિયાણા તાલુકાઓ આવેલા છે. તાલુકા મથક માણાવદર જિલ્લા મથક જૂનાગઢ શહેરથી પશ્ચિમે ૩૬ કિમી. ના અંતરે આવેલું છે. તાલુકાની ભૂમિ લગભગ સમતળ છે. જમીન મધ્યમ કાળી અને ફળદ્રૂપ છે. ભૂમિઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. અહીંનાં ઝરણાં અને નદીઓ દક્ષિણાભિમુખી છે. અહીં જંગલો આવેલાં નથી, પરંતુ ગામડાંની ભાગોળે તથા ખેતરોને શેઢે પીપળો, પીપર, વડ, લીમડો, બાવળ, ખીજડો, બોરડી જેવાં વૃક્ષો જોવા મળે છે. આ વિસ્તાર સમુદ્ર-કિનારાથી દૂર હોઈ મે અને જાન્યુઆરીનાં સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે ૪૦° સે. થી ૪૪° સે. અને ૩૦° થી ૩૨° સે. તથા રાત્રિનાં તાપમાન ૨૮° થી ૧૫° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૬૨૫ મિમી. જેટલો પડે છે.[૧]
વસ્તી
[ફેરફાર કરો]તાલુકાની વસ્તી ૧૯૯૧માં ૧,૨૫,૩૬૩ વ્યક્તિઓની હતી,[૧] જે વધીને ૨૦૧૧માં ૧,૩૨,૮૩૦ થઇ હતી.[૨]
માણાવદર તાલુકાનાં ગામો
[ફેરફાર કરો]માણાવદર તાલુકામાં માણાવદર અને બાંટવા નગરો ઉપરાંત ૫૫ જેટલા ગામોનો સમાવેશ થાય છે.[૩]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ રાજગોર, શિવપ્રસાદ. "માણાવદર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". ગુજરાતી વિશ્વકોશ. મૂળ માંથી ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪.
- ↑ ૨.૦ ૨.૧ "Manavadar Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-11-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ "Junagadh District Panchayat | My Taluka | Villages of Manavadar Taluka". junagadhdp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |