બાંટવા (તા. માણાવદર)
બાંટવા (તા. માણાવદર) | |
— નગર — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°29′19″N 70°04′33″E / 21.488713°N 70.075929°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જુનાગઢ |
વસ્તી | ૧૫,૨૯૧[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
બાંટવા (તા. માણાવદર), ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર માં આવેલા જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક નગર છે. આ નગરના લોકોનો મુખ્ય વ્યવસાય નોકરી, ધંધો, શહેરી રોજગાર, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
ભૂગોળ[ફેરફાર કરો]
બાંટવા સમુદ્રની સપાટીથી સરેરાશ ૨૦ મીટરની ઉંચાઇ પર આવેલું છે. નજીકના નગરોમાં નાંદલિયા, લીંબુડા, નાકરા, માણાવદર, વંથલી, જુનાગઢ, કેશોદ, વિસાવદર, ધોરાજી, પોરબંદર અને રાજકોટનો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર કિનારાથી આ નગર આશરે ૧૦ કિમી દૂર આવેલું છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પહેલાં બાંટવા નગર બાંટવા-માણાવદર રજવાડાનો ભાગ હતું જેની સ્થાપના ૧૭૬૦માં થઇ હતી. આ રજવાડાં પર ફેબ્રુઆરી ૧૯૪૮ સુધી સ્થાનિક શાસકોનું રાજ હતું. તેનાં છેલ્લાં શાસક ખાન હિંમત ખાન હતા. બાંટવાના શાસક ખાન અમીર ખાનના પુત્ર ખાન હિંમત ખાને ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ બાંટવાને પાકિસ્તાન સાથે ભેળવ્યું. પરંતુ, બાંટવા પોતે જુનાગઢ અને જુનાગઢ પણ વડોદરા રાજ્ય હેઠળ આવતું હોવાથી ભારત સરકારે ૩ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ હિંમત ખાનની ધરપકડ કરીને બાંટવાને ભારતમાં ભેળવ્યું. હિંમત ખાન પછીથી પાકિસ્તાન જતા રહ્યા અને મૃત્યુ સુધી ત્યાં રહ્યા.
વસતી[ફેરફાર કરો]
૧૯૪૭ પહેલાં બાંટવાની વસતી આશરે ૨૦,૦૦૦ હતી અને વસતીના ૮૦ ટકા લોકો મેમણ કોમના હતા. ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ બાંટવાની વસતી ૧૫,૨૯૧ હતી.[૧]
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
બાંટવાના જોવાલાયક સ્થળો નીચે પ્રમાણે છે:[૨]
- બાંટવા જીમખાના
- બારવાલી મસ્જિદ
- જામીયા મસ્જિદ
- મદરેસા એ ઇસ્લામિયા
- બુખારી શરીફની મઝાર
- યતીમ ખાના ઇસ્લામિયા
નોંધપાત્ર વ્યક્તિઓ[ફેરફાર કરો]
- રાજેન્દ્ર શુક્લ - ગુજરાતી કવિ અને વિવેચક.
- અબ્દુલ સત્તાર ઇધિ - સામાજીક કાર્યકર્તા અને ઇધિ ફાઉન્ડેશનના સ્થાપક, જે વિશ્વની સૌથી મોટી ખાનગી માલિકીની એમ્બ્યુલન્સ સેવા છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ "Bantwa Population Census 2011". મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ India, Tourism. "Tourism Attractions". મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૮ એપ્રિલ ૨૦૧૩.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- My Memories of Bantva By: Abdur Razzaq Thaplawala સંગ્રહિત ૨૦૧૦-૦૯-૦૧ ના રોજ વેબેક મશિન
- Batva Recollection (Excerpts from "A Ramble Through Life" by Mr. Kassim Dada) સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૭ ના રોજ વેબેક મશિન
- Manavadar-Bantva Princely State
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |