રાજકોટ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાજકોટ
—  શહેર  —
રાજકોટનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303894°N 70.802160°E / 22.303894; 70.802160Coordinates: 22°18′14″N 70°48′08″E / 22.303894°N 70.802160°E / 22.303894; 70.802160
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
મેયર જનક કોટક
વસ્તી ૯,૬૬,૬૪૨ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૧૩૪ મીટર (૪૪૦ ફુ)

રાજકોટ(ઉચ્ચારણ) એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકા મથક પણ છે. આ શહેર આજી નદી નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર તેમજ પાટનગર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયું છે. આ શહેરનાં ઇતિહાસની શરૂઆત ઈ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં(સંદર્ભ આપો).

ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરિવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યુ. આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું(સંદર્ભ આપો).

વસ્તી[ફેરફાર કરો]

૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, રાજકોટ શહેરની કુલ વસ્તી અંદાજે ૧૦,૦૩,૦૧૫ છે. જેમાં ટકાવારી પ્રમાણે, પુરૂષોની સંખ્યા ૫૨.૪૩% અને મહિલાઓની સંખ્યા ૪૭.૫૭% છે. રાજકોટ શહેરી વિસ્તારમાં મનહરપુર, માધાપર, આનંદપુર, મુંજકા, મોટામૌવા, વાવડી, બેડી અને કોઠારીયાનો શમાવેશ થાય છે. રાજકોટ શહેરની સરેરાશ સાક્ષરતા ૮૦.૬% છે, કે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

ફરવાના સ્થળો[ફેરફાર કરો]

 • રેસકોર્સ મેદાન
 • જ્યુબિલી બાગ
 • આજી ડેમ
 • ઈશ્વરીયા પાર્ક
 • ન્યારી ડેમ
 • વોટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ)
 • લાલપરી તળાવ
 • પ્રદ્યુમન પાર્ક.
 • અવધ ક્લબ
 • ખીરસરા પેલેસ
 • ઢીંગલી સંગ્રહાલય (યાજ્ઞિક માર્ગ)


ઐતિહાસિક તથા અન્ય સ્થળો[ફેરફાર કરો]

 • કબા ગાંધીનો ડેલો: કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતુ રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવિભુતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જુના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જયારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતા તે સમયે ઈ.સ. ૧૮૮૦-૮૧ માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પુર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહયા હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.
મહાત્મા ગાંધીએ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મૃતિનાં નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. મહાત્મા ગાંધી તે સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ તથા તેમના બાળપણનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.
 • રાષ્ટ્રીયશાળા
 • મહાત્માગાંધી હાઈસ્કુલ
 • રાજકુમાર કોલેજ
 • લાલપરી તળાવ
 • માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ

ઔધોગિક સ્થળો[ફેરફાર કરો]

 • ઉધોગનગર જી.આઈ.ડી.સી.
 • આજી જી.આઈ.ડી.સી.
 • મેટોડા જી.આઈ.ડી.સી.
 • શાપર જી.આઈ.ડી.સી.(ઍસ.આઈ.ડી.સી.)

અર્થતંત્ર[ફેરફાર કરો]

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ (GSFC) હેઠળ શહેર પોતે નાનાં તેમજ ભારે ઉદ્યોગોની મદદથી રાજ્યનાં અર્થતંત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. હાલમાં વિશ્વ બેંક તરફથી મળેલી રૂ. ૨૮ કરોડની માળખાકીય વિકાસ માટેની સહાયથી અહીંના ઉદ્યોગોને ટેકો મળ્યો છે. દેશની મુખ્ય અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ શહેરમાં જમીનની કિંમતો વધે તે પહેલા ભવિષ્યના રોકાણ હેતુ જમીન સુરક્ષિત કરેલ છે. હાલમાં શહેરમાં ઘણા આયોજનો કરવામાં આવ્યા છે, જે શહેરની છબી બદલી નાખશે તેમ માનવામાં આવે છે.

સ્થાનિક સરકાર[ફેરફાર કરો]

રાજકોટ શહેર ઘણા સરકારી જુથો દ્વારા સંચાલિત છે. આમાં જિલ્લા સેવા સદન (રાજકોટ શહેર કલેસ્ટર ઑફિસ), રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (RUDA) અને ગુજરાત પોલિસ ખાતું તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ ખાતાનો સમાવેશ થાય છે.

પહેલા હોદો હવે
પ્રકાશ બ્રહ્મભટ્ટ મ્યુનિસિપલ કમિશ્નર મોહન ઝા ગીતા જોહરી શહેરી પોલિસ કમિશ્નર

મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે. મહાનગર પાલિકા દ્વારા whatsapp સુવિધા પણ શરુ કરવામાં આવી છે. જે માટે નો મોબઈલ નંબર 7046450077 છે.

શિક્ષણ[ફેરફાર કરો]

શાળાઓ[ફેરફાર કરો]

શહેરમાં આવેલી અમુક શાળાઓ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળાઓમાં ૨૦ શાળાઓ અને બાળ કેંદ્ર છે, જેમાં ૩ પ્રાથમિક શાળા, ૭ માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર શાળા, ૧ શિક્ષણ કેંદ્ર અને ૧ ખાસ શાળાનો સમાવેશ થાય છે. અન્ય સ્વયં સંચાલિત શાળાઓ પણ રાજકોટના શિક્ષણમાં મહત્વનો ફળો ધરાવે છે.

માધ્યમિક શાળાઓ
 • કોટક સ્કૂલ​
 • ૐ વિધાલય​
 • માસુમ વિદ્યાલય
 • એ. એસ. ચૌધરી હાઇસ્કુલ
 • શા.વે. વિરાણી
 • અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ હાઇસ્કુલ
 • સેન્ટ્રલ સ્કુલ
 • દિલ્હી પબ્લિક સ્કુલ
 • જી. ટી. હાઇસ્કુલ
 • કડવીબાઇ વિરાણી હાઇસ્કુલ
 • આર. એચ. કોટક ગર્લ્સ હાઇસ્કુલ
 • શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય
 • સ્વામિનારાયણ ગુરૂકુલ
 • આઇ.પી. મિશન
મહાવિદ્યાલયો અને વિશ્વ-વિદ્યાલયો
 • આત્મિય એન્જીનિયરીંગ કોલેજ
 • આર.કે. એન્જીનિયરીંગ કોલેજ
 • ક્રાઇસ્ટ પોલિટેકનિક કોલેજ
 • દર્શન એન્જીનિયરીંગ કોલેજ
 • ગારડી કોલેજ

હવામાન[ફેરફાર કરો]

રાજકોટની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૬ ૩૯ ૪૩ ૪૪ ૪૭ ૪૫ ૪૨ ૩૮ ૪૦ ૪૧ ૪૦ ૩૭ ૪૭
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૮ ૩૦ ૩૫ ૩૮ ૪૦ ૩૭ ૩૨ ૩૧ ૩૩ ૩૫ ૩૨ ૨૯ ૩૩.૩
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૦ ૧૨ ૧૬ ૨૧ ૨૩ ૨૫ ૨૫ ૨૩ ૨૨ ૨૦ ૧૬ ૧૨ ૧૯
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) -.૫૫ ૧૦ ૧૬ ૨૦ ૧૮ ૨૦ ૧૬ ૧૨ -.૫૫
Precipitation mm (inches)
(૦)

(૦)

(૦)

(૦)
૧૦
(૦.૩૯)
૧૦૦
(૩.૯૪)
૨૭૦
(૧૦.૬૩)
૧૨૦
(૪.૭૨)
૮૦
(૩.૧૫)
૧૦
(૦.૩૯)

(૦)

(૦)
૫૯૦
(૨૩.૨૩)
% ભેજ ૪૨ ૪૦ ૪૩ ૪૪ ૫૦ ૬૬ ૭૯ ૮૨ ૭૭ ૫૭ ૪૭ ૪૫ ૫૬
સરે. વરસાદી દિવસો (≥ 0.1 in) ૦.૨ ૦.૪ ૦.૨ ૦.૧ ૧.૨ ૬.૫ ૧૩.૪ ૭.૮ ૫.૨ ૧.૩ ૦.૬ ૦.૩ ૩૭.૨
સંદર્ભ: Weatherbase[૧]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. રાજકોટ
 2. લાપાસરી
 3. ડુંગરપર
 4. આનંદપર
 5. જીયાણા
 6. લોધીડા
 7. ધાંધણી
 8. પાડાસણ
 9. રૈયા
 10. મવડી
 1. કાળીપાટ
 2. લોઠડા
 3. બડપર
 4. ગઢકા
 5. કણકોટ
 6. જામગઢ
 7. વાંકવાડ
 8. રામનગર
 9. સોખડા
 10. સાયપર
 1. પરા પીપળીયા
 2. બેડી
 3. કસ્તુરબાધામ (ત્રંબા)
 4. કાથરોટા
 5. બેડલા
 6. ઘંટેશ્વર
 7. વાજડી(ગઢ)
 8. નવાગામ
 9. મકનપર
 10. મહીકા(મોલીયા)
 1. ભાંગડા
 2. ખોખડદળ
 3. ભાયાસર
 4. હડમતીયા(બેડી)
 5. રાજ સમઢીયાળા
 6. નાકરાવાડી
 7. સાજડીયાળી(લીલી)
 8. સાજડીયાળી(સુકી)
 9. સાતડા
 10. રોણકી
 1. ચાંચડીયા
 2. ફડાડાંગ
 3. ગવરીદળ
 4. ખારચીયા
 5. વાવડી
 6. વાજડી(વીરડા)
 7. નાગલપર
 8. હડમતીયા(ગોલીડા)
 9. તરઘડીયા
 10. અણીયારા
 1. બરવાણ
 2. ગોલીડા
 3. કણકોટ
 4. ખીજડીયા(રહેવર)
 5. પારેવડા
 6. મુંજકા
 7. રતનપર
 8. વડાળી
 9. રામપરા
 10. ભુપગઢ
 1. ગુંદા
 2. હલેન્ડા
 3. ખોરાણા
 4. ચિત્રાવાવ
 5. સણોસરા
 6. ઉમરાળી
 7. મોટામવા
 8. રાણપુર
 9. માલીયાસણ
 10. થોરાળા
 1. ખેરડી
 2. ડેરોઈ
 3. હીરાસર
 4. કુચીયાદળ
 5. ધમલપર
 6. વેજાગામ
 7. મેસવડા
 8. રામપરા(બેટી)
 9. કોઠારીયા(સંભલપુર)
 10. રાજગઢ
 1. હોડથલી
 2. કુવાડવા
 3. ધાંધીયા
 4. જીલીયા
 5. લાખાપર
 6. પીપળીયા
 7. ઠેબચડા
 8. મનહરપુર
 9. રામપરા(સુલીયા)
 10. મઘરવાળા
 1. ભીચરી
 2. સર
 3. માધાપર
 4. રફાળા
 5. સરધાર

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.