જયપુર

વિકિપીડિયામાંથી
જયપુર
जयपुर, ગુલાબી નગરી
—  Metropolitan City  —
ઉપરથી સમઘડી દિશામાં: જળ મહેલ, લક્ષ્મી નારાયણ મંદિર, આલ્બર્ટ હોલ, હવા મહેલ, જંતર મંતર
ઉપરથી સમઘડી દિશામાં: જળ મહેલ, લક્ષ્મી નારાયણ મંદિર, આલ્બર્ટ હોલ, હવા મહેલ, જંતર મંતર
જયપુરનું
રાજસ્થાન
અક્ષાંશ-રેખાંશ 26°55′34″N 75°49′25″E / 26.9260°N 75.8235°E / 26.9260; 75.8235
દેશ ભારત
રાજ્ય રાજસ્થાન
જિલ્લો જયપુર
સ્થાપના ૧૭૨૭
મેયર સૌમ્યા ગુર્જર (ભાજપ)
વસ્તી

• ગીચતા

૩૦,૭૩,૩૫૦[૧] (2011)

• 276/km2 (715/sq mi)

સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

11,117.8 square kilometres (4,292.6 sq mi)

• 431 metres (1,414 ft)

કોડ
વેબસાઇટ www.jaipur.nic.in

જયપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. જયપુરમાં જયપુર જિલ્લાનું મુખ્યાલય તેમ જ રાજસ્થાન રાજ્યનું પાટનગર છે. જયપુર એ પિંક સીટી તરીકે પ્રખ્યાત છે. જયપુર રાજસ્થાન રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ શહેરની સ્થાપના આમેરના રાજા સવાઈ જય સિંહ (દ્વિતિય)એ ૧૮ નવેમ્બેર ૧૭૨૭ના દિવસે કરી હતી.

જયપુર શહેર તેમાં આવેલી ગુલાબી પત્થરની બનેલી ઐતિહાસિક ઇમારતો અને અન્ય મકાનોના બાહ્ય રંગને કારણે ગુલાબી નગરી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લોકવાયકાઓમાં અન્ય કારણો પણ આપવામાં આવે છે જેનો કોઈ તાર્કિક કે દસ્તાવેજી પુરાવો મળતો નથી.[૨] જયપુર વસ્તીની દૃષ્ટિએ ભારતનું દસમા ક્રમનું મોટું શહેર છે જે અમદાવાદથી ૬૬૦ કિ.મી. અને રાજધાની દિલ્હીથી ૨૬૮ કિ.મી.નાં અંતરે આવેલું છે. જયપુર શહેરને યુનેસ્કોએ ૬ જુલાઇ ૨૦૧૯ના રોજ વિશ્વધરોહર શહેર ઘોષિત કર્યું હતું.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૨.
  2. "History of Pink City Jaipur : જયપુરને આ કારણથી કહેવામાં આવે છે પિંક સિટી, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ". TV9 ગુજરાત. મૂળ માંથી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪.
  3. "UNESCOની વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ થઈ ગુલાબી નગરી જયપુર". ઝી ૨૪ કલાક. મૂળ માંથી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪.