શિલોંગ

વિકિપીડિયામાંથી
(શિલૉંગ થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
શિલોંગ
Capital
શિલોંગનો નજારો
શિલોંગનો નજારો
Nickname(s): પૂર્વનું સ્કોટ્લેન્ડ (Scotland of the East)
શિલોંગ is located in Meghalaya
શિલોંગ
શિલોંગ
Coordinates: 25°34′00″N 91°53′00″E / 25.5667°N 91.8833°E / 25.5667; 91.8833Coordinates: 25°34′00″N 91°53′00″E / 25.5667°N 91.8833°E / 25.5667; 91.8833
દેશ  ભારત
રાજ્ય મેઘાલય
જિલ્લો પૂર્વ ખાસી હિલ્સ જિલ્લો
Area
 • Capital ૬૪.૩૬
Elevation ૧,૫૨૫
Population (૨૦૧૧)
 • Capital ૧૪૩
 • Density ૨૩૪
 • Metro ૩૫૪[૧]
ભાષાઓ
 • અધિકૃત ખાસી
Time zone IST (UTC+5:30)
PIN ૭૯૩ ૦૦૧ – ૭૯૩ ૧૦૦
Telephone code ૦૩૬૪
Vehicle registration ML-05

શિલોંગ (English pronunciation: /ʃɪˈlɔːŋ/;[૨][૩]) ભારતના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ "વાદળોનું નિવાસ" છે તેવા મેઘાલય રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે.  તે પૂર્વ ખાસી જિલ્લાનું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું 'શિલોંગ પીક' સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે. શિલોંગ વસ્તિની દૃષ્ટિએ ભારતનું ૩૩૦મું મોટું શહેર છે, વર્ષ ૨૦૧૧ની વસ્તિ ગણતરી અનુસાર જેની કુલ વસ્તિ ૧,૪૩,૦૦૭ છે[૪]. એવું કહેવામાં આવે છે કે શહેરની ફરતે આવેલી ઊંચી-નીચી ટેકરીઓ યુરોપથી અહિં આવેલાઓને સ્કોટ્લેન્ડની યાદ અપાવતી હતી અને તેથી તેઓ શિલોંગને "પૂર્વનું સ્કોટ્લેન્ડ" કહીને પણ ઓળખતા. મેઘાલય રાજ્યની વસ્તિ ગીચતા ૨૧મી સદીના પ્રથમ દાયકામાં ૩૪૨ વ્યક્તિ પ્રતિ. માઇલની હતી.

બ્રિટિશોએ ઇ.સ. ૧૮૬૪માં તેને ખાસી અને જયંતિયા હિલ્સનું મુખ્ય મથક બનાવ્યું ત્યારથી તેની ઉત્તરોઉત્તરો પ્રગતિ થતી રહી છે અને વિસ્તારમાં પણ શહેર વિકસ્યું છે. ૧૮૭૪માં જ્યારે આસામને ચિફ કમિશ્નરનું રાજ્ય (Province) બનાવવામાં આવ્યું ત્યારે શિલોંગની પસંદગી તેના વહિવટી મથક તરીકે કરવામાં આવી હતી. આમ કરવા પાછળનું એક કારણ તેનું બ્રહ્મપુત્રા અને સુરમા ખીણની વચ્ચેનું ભૌગોલિક સ્થાન હતું અને બીજું પણ મહત્વનું કારણ હતું તેનું હવામાન, જે ભારતના બાકીના વિસ્તાર કરતા ઘણું ઠંડુ હતું. ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ના દિવસે નવું મેઘાલય રાજ્ય બનાવવામાં આવ્યું ત્યાં સુધી તે અવિભાજીત આસામનું પાટનગર હતું, ત્યાર બાદ આસામે તેનું પાટનગર ખસેડીને ગુવાહાટીના દિસપુર ખાતે લઈ જવામાં આવ્યું. શિલોંગના રહેવાસીઓના સંગીતના ખાસ એક પ્રકાર પ્રત્યેના વિશિષ્ટ પ્રેમને કારણે તેને "ભારતનું રોક કેપિટલ" (India's Rock Capital) કહેવામાં આવે છે[૫], જેમાં 'રોક' એ 'રોક મ્યુઝિક' માટે વપરાયું છે, ખડક માટે નહિ.

ભૂગોળ[ફેરફાર કરો]

શિલોંગનું વિહંગાવલોકન

શિલોંગ શહેર શિલોંગ પ્લેટ્યુ પર વસેલું છે, જે ઉત્તર ભારત શિલ્ડમાં આવેલું એકમાત્ર ઊંચું ઉઠેલું સ્થળ છે.[૬]] શહેર પ્લેટ્યુ (સપાટ)ની વચ્ચે વસ્યું છે અને તેની ચારે તરફ ટેકરીઓ આવેલી છે, જેમાંની ત્રણ ખાસી પ્રજામાં પવિત્ર માનવામાં આવે છે: લુમ સોહપેટ્બ્નેંગ, લુમ ડિએન્જી અને લુમ શિલોંગ.

  • હવામાન: ખુશનુમા, પ્રદુષણ-મુક્ત; ઉનાળો: તાપમાન ૨૩ °સે (૭૩ °ફૅ); શિયાળો: તાપમાન ૪ °સે (૩૯ °ફૅ)ની આસપાસ,
  • સ્થાન: શિલોંગ ગુવાહાટીથી ફક્ત ૧૩૧.૫ કિ.મી.નાં અંતરે આવેલું છે જ્યાં સડકમાર્ગે સહેલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦ (NH 40) દ્વારા પહોંચી શકાય છે. શિલોંગથી ગુવાહાટીની મુસાફરી આશરે અઢી કલાકમાં પૂરી કરી શકાય છે જે ખુબસૂરત હરિયાળી વચ્ચેથી પસાર થાય છે અને રસ્તામાં નયનરમ્ય ઉમિયમ સરોવર પણ જોવા મળે છે.
લાપલાંગ કોલોનીનું રાત્રીનું દૃષ્ય, શિલોંગ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  4. http://www.census2011.co.in/city.php
  5. Mohar Basu (૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫). "Rock On 2 to be shot in Shillong". The Times of India. Retrieved ૧૦ મે ૨૦૧૫. 
  6. Bilham, R. and P. England, Plateau pop-up during the great 1897 Assam earthquake.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]