લખાણ પર જાઓ

શિલોંગ

વિકિપીડિયામાંથી
શિલોંગ
મેઘાલયની રાજધાની
શિલોંગનું દ્રશ્ય
શિલોંગનું દ્રશ્ય
અન્ય નામો: 
પૂર્વનું સ્કોટ્લેન્ડ
શિલોંગ is located in Meghalaya
શિલોંગ
શિલોંગ
અક્ષાંશ-રેખાંશ: 25°34′00″N 91°53′00″E / 25.5667°N 91.8833°E / 25.5667; 91.8833
દેશ ભારત
રાજ્યમેઘાલય
જિલ્લોપૂર્વ ખાસી હિલ્સ જિલ્લો
વિસ્તાર
 • મેઘાલયની રાજધાની૬૪.૩૬ km2 (૨૪.૮૫ sq mi)
ઊંચાઇ
૧,૫૨૫ m (૫૦૦૩ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • મેઘાલયની રાજધાની૧,૪૩,૦૦૭
 • ગીચતા૨૩૪/km2 (૬૧૦/sq mi)
 • મેટ્રો વિસ્તાર
૩,૫૪,૩૨૫[]
ભાષાઓ
 • અધિકૃતખાસી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૭૯૩ ૦૦૧ – ૭૯૩ ૧૦૦
ટેલિફોન કોડ૦૩૬૪
વાહન નોંધણીML-05
વેબસાઇટeastkhasihills.gov.in

શિલોંગ (English: /ʃɪˈlɔːŋ/;[][]) ભારતના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ "વાદળોનું નિવાસ" છે તેવા મેઘાલય રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે. તે પૂર્વ ખાસી જિલ્લાનું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું 'શિલોંગ પીક' સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે. શિલોંગ વસ્તીની દૃષ્ટિએ ભારતનું ૩૩૦મું મોટું શહેર છે, વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર જેની કુલ વસ્તી ૧,૪૩,૦૦૭ છે.[] એવું કહેવામાં આવે છે કે શહેરની ફરતે આવેલી ઊંચી-નીચી ટેકરીઓ યુરોપથી અહીં આવેલાઓને સ્કોટ્લેન્ડની યાદ અપાવતી હતી અને તેથી તેઓ શિલોંગને "પૂર્વનું સ્કોટ્લેન્ડ" કહીને પણ ઓળખતા. મેઘાલય રાજ્યની વસ્તી ગીચતા ૨૧મી સદીના પ્રથમ દાયકામાં ૩૪૨ વ્યક્તિ પ્રતિ. માઇલની હતી.

બ્રિટિશોએ ઇ.સ. ૧૮૬૪માં તેને ખાસી અને જયંતિયા હિલ્સનું મુખ્ય મથક બનાવ્યું ત્યારથી તેની ઉત્તરોઉત્તરો પ્રગતિ થતી રહી છે અને વિસ્તારમાં પણ શહેર વિકસ્યું છે. ૧૮૭૪માં જ્યારે આસામને ચિફ કમિશ્નરનું રાજ્ય (Province) બનાવવામાં આવ્યું ત્યારે શિલોંગની પસંદગી તેના વહિવટી મથક તરીકે કરવામાં આવી હતી. આમ કરવા પાછળનું એક કારણ તેનું બ્રહ્મપુત્રા અને સુરમા ખીણની વચ્ચેનું ભૌગોલિક સ્થાન હતું અને બીજું પણ મહત્વનું કારણ હતું તેનું હવામાન, જે ભારતના બાકીના વિસ્તાર કરતા ઘણું ઠંડુ હતું. ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ના દિવસે નવું મેઘાલય રાજ્ય બનાવવામાં આવ્યું ત્યાં સુધી તે અવિભાજીત આસામનું પાટનગર હતું, ત્યાર બાદ આસામે તેનું પાટનગર ખસેડીને ગુવાહાટીના દિસપુર ખાતે લઈ જવામાં આવ્યું.

શિલોંગના રહેવાસીઓના સંગીતના ખાસ એક પ્રકાર પ્રત્યેના વિશિષ્ટ પ્રેમને કારણે તેને "ભારતનું રોક કેપિટલ" (India's Rock Capital) કહેવામાં આવે છે[], જેમાં 'રોક' એ 'રોક મ્યુઝિક' માટે વપરાયું છે, ખડક માટે નહિ.

શિલોંગ શહેર શિલોંગ ઉચ્ચપ્રદેશ પર વસેલું છે, જે ઉત્તર ભારત શિલ્ડમાં આવેલું એકમાત્ર ઊંચું ઉઠેલું સ્થળ છે.[] શહેર પ્લેટ્યુ (સપાટ)ની વચ્ચે વસ્યું છે અને તેની ચારે તરફ ટેકરીઓ આવેલી છે, જેમાંની ત્રણ ખાસી પ્રજામાં પવિત્ર માનવામાં આવે છે: લુમ સોહપેટ્બ્નેંગ, લુમ ડિએન્જી અને લુમ શિલોંગ.

શિલોંગ ગુવાહાટીથી ફક્ત ૧૩૧.૫ કિ.મી.નાં અંતરે આવેલું છે જ્યાં સડકમાર્ગે સહેલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦ (NH 40) દ્વારા પહોંચી શકાય છે. શિલોંગથી ગુવાહાટીની મુસાફરી આશરે અઢી કલાકમાં પૂરી કરી શકાય છે જે ખુબસૂરત હરિયાળી વચ્ચેથી પસાર થાય છે અને રસ્તામાં નયનરમ્ય ઉમિયમ સરોવર પણ જોવા મળે છે.

હવામાન

[ફેરફાર કરો]

ખુશનુમા, પ્રદુષણ-મુક્ત; ઉનાળો: તાપમાન 23 °C (73 °F); શિયાળો: તાપમાન 4 °C (39 °F)ની આસપાસ,

હવામાન માહિતી શિલોંગ (૧૯૭૧–૨૦૦૦)
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 24.9
(76.8)
26.1
(79.0)
28.1
(82.6)
29.8
(85.6)
29.5
(85.1)
29.5
(85.1)
28.2
(82.8)
28.4
(83.1)
28.0
(82.4)
27.8
(82.0)
24.5
(76.1)
22.5
(72.5)
29.8
(85.6)
સરેરાશ મહત્તમ °C (°F) 14.6
(58.3)
16.8
(62.2)
21.0
(69.8)
23.3
(73.9)
23.3
(73.9)
23.7
(74.7)
23.7
(74.7)
24.2
(75.6)
23.2
(73.8)
21.7
(71.1)
19.1
(66.4)
15.9
(60.6)
20.8
(69.4)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 5.7
(42.3)
7.2
(45.0)
11.0
(51.8)
13.9
(57.0)
15.4
(59.7)
17.4
(63.3)
17.8
(64.0)
17.6
(63.7)
16.6
(61.9)
14.2
(57.6)
10.7
(51.3)
7.1
(44.8)
12.9
(55.2)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) −0.9
(30.4)
−2.4
(27.7)
2.7
(36.9)
6.6
(43.9)
8.5
(47.3)
10.0
(50.0)
12.3
(54.1)
10.0
(50.0)
10.7
(51.3)
6.7
(44.1)
−0.5
(31.1)
−3.3
(26.1)
−3.3
(26.1)
સરેરાશ વરસાદ મીમી (ઈંચ) 12.5
(0.49)
20.2
(0.80)
42.4
(1.67)
116.0
(4.57)
266.1
(10.48)
430.0
(16.93)
461.7
(18.18)
296.6
(11.68)
289.6
(11.40)
186.1
(7.33)
30.1
(1.19)
16.2
(0.64)
૨,૧૬૭.૪
(85.33)
સરેરાશ વરસાદી દિવસો 1.4 2.2 3.7 9.0 16.3 17.9 18.2 16.1 15.9 8.4 2.4 1.3 112.7
સ્ત્રોત: India Meteorological Department (record high and low up to 2010)[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Shillong City Overwiew". મેળવેલ 11 May 2014. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. "Define Shillong". Dictionary.com. મેળવેલ 31 October 2013. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  3. "Definition of Shillong". The Free Dictionary. મેળવેલ 31 October 2013. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. "List of Most populated cities of India". www.census2011.co.in. મેળવેલ 2019-04-16. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  5. Mohar Basu (૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫). "Rock On 2 to be shot in Shillong". The Times of India. મેળવેલ ૧૦ મે ૨૦૧૫. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  6. Bilham, R. and P. England, Plateau pop-up during the great 1897 Assam earthquake.
  7. "Shillong Climatological Table Period: 1971–2000". India Meteorological Department. મેળવેલ 20 April 2015. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  8. "Ever recorded Maximum and minimum temperatures up to 2010" (PDF). India Meteorological Department. મૂળ (PDF) માંથી 21 May 2013 પર સંગ્રહિત. મેળવેલ 20 April 2015. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]