ભોપાલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભોપાલ
ગોલધર

ભોપાલ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યનું પાટનગર છે. આ ઉપરાંત ભોપાલમાં ભોપાલ જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

આ શહેરમાં આવેલ નાનાં મોટાં જળાશયોને કારણે ભોપાળને સરોવરનું નગર (झीलों की नगरी ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરમાં ૧૯૮૪ના વર્ષમાં અહીં આવેલી અમેરીકન કંપની યૂનિયન કાર્બાઇડમાં થયેલા મિથાઇલ આઇસો સાઇનાઇડ નામના ઝેરી વાયુના ગળતરના કારણે લગભગ વીસ હજાર લોકોનાં મૃત્યુ થતાં કાળો કેર વ્યાપી ગયો હતો. ભોપાલ ગેસ કાંડના કુપ્રભાવનાં પરિણામે અહીં આજે પણ વાયુ પ્રદુષણ, ભુમિ પ્રદુષણ, જળ પ્રદુષણ ઉપરાંત જૈવિક વિકલાંગતા અને અન્ય રુપે જોવા મળે છે. આ કારણે આ શહેર ઘણાં આંદોલનોનું કેન્દ્ર પણ રહ્યું છે.

પરિવહન[ફેરફાર કરો]

રાજા ભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (BHO)
કુશાભાઉ આંતરરાજ્ય બસ સ્ટેશન

ભોપાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટે વિવિધ પ્રકારની અદ્યતન સેવાઓ મળી રહે છે.