કોટા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કોટા ખાતે ગઢ મહેલ

કોટા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. કોટામાં કોટા જિલ્લાનું મુખ્યાલય છે. ચંબલ નદીના તટ પર વસેલું આ શહેર રાજસ્થાન રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ એક મુખ્ય ઔદ્યોગિક તેમ જ શૈક્ષેણિક કેન્દ્ર છે. તે રાજ્યના મુખ્ય શહેર જયપુરથી સડક માર્ગે તેમ જ રેલવે માર્ગ દ્વારા જોડાયેલ છે અને તેનું અંતર આશરે ૨૪૦ કિલોમીટર જેટલું છે. આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૨ પસાર થાય છે. આ ઐતિહાસિક શહેર ખાતે કિલ્લો, મહેલ, સંગ્રહાલય, મંદિરો અને ઉદ્યાનો આવેલા છે. પ્રાચીન સ્થાપત્યો સાથે સાથે આધુનિક અણુ ઊર્જામથક અને જળવિદ્યુત મથક પણ આવેલા છે.