કોટા જિલ્લો
કોટા જિલ્લો | |
---|---|
રાજસ્થાનનો જિલ્લો | |
ચંબલ નદી પર કોટા બેરેજ | |
રાજસ્થાનમાં કોટા જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ (કોટા): 25°10′48″N 73°49′48″E / 25.18000°N 73.83000°E | |
દેશ | ભારત |
રાજ્ય | રાજસ્થાન |
વિભાગ | કોટા |
Headquarters | કોટા |
વિસ્તાર | |
• કુલ | ૫,૨૧૭ km2 (૨૦૧૪ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૯,૫૧,૦૧૪ |
• ગીચતા | ૩૭૦/km2 (૯૭૦/sq mi) |
• શહેરી વિસ્તાર | ૬૦.૩૧% |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | ૭૬.૫૬% |
• લિંગ પ્રમાણ | ૯૧૧ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વેબસાઇટ | kota |
કોટા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. કોટા જિલ્લાનું મુખ્ય મથક કોટા શહેરમાં આવેલું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ઇ.સ. ૧૪મી સદીમાં હાડા જાતિના બુંદી રાજ્યના યુવરાજ જૈતસિંહે કોટા નગરની સ્થાપના કોટા જાતિના ભીલોને પરાજય આપીને કરી હતી. તેના પરથી કોટા અને તેના પરથી આ જિલ્લાનું નામ પડ્યું છે.[૨]
ભૂગોળ
[ફેરફાર કરો]જિલ્લાની ઉત્તરે બુંદી જિલ્લો, પૂર્વમાં બરાન જિલ્લો, દક્ષિણમાં ઝાલાવાડ જિલ્લો અને પશ્ચિમમાં ચિત્તોડગઢ જિલ્લો આવેલો છે.
વસ્તી
[ફેરફાર કરો]૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે કોટા જિલ્લાની વસ્તી ૧૯,૫૦,૪૯૧ છે,[૩] જે લેસોથ્રો દેશ[૪] અથવા યુ.એસ.એ.ના રાજ્ય ન્યૂ મેક્સિકો જેટલી છે.[૫] વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૩૯મો ક્રમ છે.[૩] જિલ્લાની વસ્તી ૩૭૪ વ્યક્તિ/ચો.કિમી. છે.[૩] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન તેના વસ્તી વધારાનો દર ૨૪.૩૫% રહ્યો હતો.[૩] કોટામાં જાતિ પ્રમાણ ૯૦૬ છે, જ્યારે સાક્ષરતા દર ૭૭.૪૮% છે.[૩]
ઉદ્યોગો
[ફેરફાર કરો]કોટા જિલ્લો ખાતરના ઉદ્યોગ માટે જાણીતો છે. અહીં. ધાતુકામ, રસાયણ ઉદ્યોગો પણ વિકસ્યા છે. રશિયાના સહકારથી 'પ્રિસિશન ઇનસ્ટ્રુમેન્ટ'નું કારખાનું સ્થાપેયું છે.[૨]
અહીં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જાણીતા શિક્ષણકેન્દ્રો આવેલા છે. ખાસ કરીને IIT JEE તેમજ તબીબી પરીક્ષાઓ માટે કોટા જાણીતું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ http://www.hindu.com/2008/01/25/stories/2008012554440500.htm સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન new district
- ↑ ૨.૦ ૨.૧ હેમંતકુમાર શાહ (November 1993). ગુજરાતી વિશ્વકોશ. ૫. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૧.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧.
Lesotho 1,924,886
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ સંગ્રહિત માંથી ૧૯ ઓક્ટોબર ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
New Mexico - 2,059,179
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]બુંદી જિલ્લો | સવાઇ માધોપુર જિલ્લો શ્યોપુર જિલ્લો, મધ્ય પ્રદેશ |
|||
ચિત્તોડગઢ જિલ્લો | બરાન જિલ્લો | |||
| ||||
મંદસૌર જિલ્લો, મધ્ય પ્રદેશ | ઝાલાવાડ જિલ્લો |