પાલી જિલ્લો

વિકિપીડિયામાંથી

પાલી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. પાલી જિલ્લાનું મુખ્ય મથક પાલી શહેરમાં આવેલું છે.

આ જિલ્લાની પૂવી દિશામાં આવેલી સીમાઓ અરવલ્લી પર્વત શ્રૃંખલા સાથે જોડાયેલ છે. આ સીમાઓ ઉત્તર દિશામાં નાગૌર અને પશ્ચિમ દિશામાં જાલૌર સાથે મળે છે. પાલી શહેર પહેલાં પાલીવાલ બ્રાહ્મણોનું નિવાસ સ્થાન હતું પણ જ્યારે મુઘલોએ કત્લેઆમ મચાવી દિધી ત્યારે તેમણે આ શહેર છોડીને બાખવું પડ્યું હતું. વીર યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ પણ અહિયાં આવેલા તેમના મોસાળમાં થયો હતો. આ નગર ત્રણ વાર ઉજ્જડ બન્યું અને ફરી વસાવવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ જૈન મંદિર ભક્તોની સાથે સાથે ઇતિહાસવેત્તાઓને પણ આકર્ષિત કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]