બારમેર જિલ્લો

વિકિપીડિયામાંથી
રાજસ્થાનમાં બાડમેર જિલ્લો.

બાડમેર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનો એક જિલ્લો છે. બાડમેર જિલ્લાનું મુખ્યાલય બાડમેર શહેર ખાતે આવેલું છે.

નામ[ફેરફાર કરો]

બાડમેર નામ અહીંના તત્કાલીન શાસક બાહડ રાવ (પંવર)ના નામ પરથી પડ્યું છે. એવું માનવામાં આવે છે કે પ્રસિદ્ધ શાસક બાહડ રાવ પરમાર (પંવર) એ ઇસુની તેરમી સદીના સમયમાં બાડમેર શહેરની સ્થાપના કરી હતી. ત્યારથી એ શહેર બાડમેરના નામથી ઓળખાય છે અને શહેરના નામ પરથી જિલ્લાનું નામ બાડમેર જિલ્લો પડ્યું છે. 'બાહડમેર' શબ્દ અહીંના એક પહાડી કિલ્લા સાથે પણ જોડાયેલો છે.

ભૂગોળ[ફેરફાર કરો]

બાડમેર જિલ્લો રાજસ્થાનના પશ્વિમ ભાગમાં સ્થિત છે. આ જિલ્લાની ઉત્તરે જેસલમેર જિલ્લો, પૂર્વ દિશામાં પાલી જિલ્લો અને જોધપુર જિલ્લો તથા પશ્ચિમ તરફ પાકિસ્તાનની સરહદ આવેલી છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૨૮૩૮૭ વર્ગ કિ.મી. છે. આ જિલ્લો ઉત્તરી અક્ષાંશ 24,58’ થી 26, 32’ પૂર્વ અને રેખાંશ 70, 05’ થી 72, 52’ પર સ્થિત છે.

સંદર્ભો[ફેરફાર કરો]