ઉદયપુર જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉદયપુર જિલ્લો
રાજસ્થાનનો જિલ્લો
રાજસ્થાન ઉદયપુર જિલ્લાનું સ્થાન
રાજસ્થાન ઉદયપુર જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યરાજસ્થાન
પ્રાંતઉદયપુર વિભાગ
મુખ્ય મથકઉદેપુર
તાલુકાઓ૧. ભિંદર, ૨. ગિરવા, ૩. ગોગુંડા, ૪. ઝાડોલ, ૫. ખેરવા, ૬. કોટરા, ૭. લસાદિયા, ૮. માલવી, ૯. ઋષભદેવ, ૧૦. સાલુંબાર, ૧૧. સારદા
સરકાર
 • લોક સભાની બેઠકોઉદયપુર અને ચિત્તોડગઢ
 • વિધાન સભાની બેઠકો
વસ્તી (૨૦૧૧)
 • કુલ૩૦,૬૮,૪૨૦
 • શહેરી.
વસ્તી
 • સાક્ષરતા૬૧.૮૨%
 • જાતિ પ્રમાણ૯૫૮
મુખ્ય ધોરી માર્ગોરાષ્ટ્રીય ધોરીમાર્ગો ૮, ૭૬
સ્થાન24°23′N 73°37′E / 24.383°N 73.617°E / 24.383; 73.617
સરેરાશ વાર્ષિક વરસાદ૫૫૪ મીમી
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

ઉદયપુર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. ઉદયપુર જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક નગર ઉદયપુર શહેરમાં આવેલું છે. ઉદયપુર રાજસ્થાનના સાત વિભાગોમાંનું એક છે.

ઉદયપુર જિલ્લો અરવલ્લી પર્વતમાળાની ઉત્તર-પશ્ચિમે આવેલો છે, જેની બાજુમાં સિરોહી જિલ્લો અને પાલી જિલ્લો છે. તેની ઉત્તરે રાજસમન્દ જિલ્લો, પૂર્વે ચિત્તોડગઢ જિલ્લો, નૈઋત્યે વાંસવાડા જિલ્લો, દક્ષિણે ડુંગરપુર જિલ્લો અને અગ્નિ ખૂણે ગુજરાત આવેલા છે. ઉદયપુર જિલ્લો રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં આવેલો છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આ જિલ્લો મોટાભાગે પર્વતીય ભુપૃષ્ઠ ધરાવે છે. જિલ્લાનો પશ્ચિમ ભાગ અરવલ્લી પર્વતમાળામાંથી ઉદ્ભવતી અને દક્ષિણે વહીને ગુજરાતમાં જતી સાબરમતી નદીના કાંઠાનો પ્રદેશ ધરાવે છે. જિલ્લાનો ઉત્તર ભાગ બનાસ અને તેની અહાર નદીના મેદાનો ધરાવે છે, જે ઉદયપુર પાસેથી પસાર થાય છે. દક્ષિણ અને મધ્ય પ્રદેશમાં મહી, સોમ અને ગોમતી નદીઓ વહે છે. ઢેબર તળાવ અથવા જયસમંદ તળાવ, જે સંપૂર્ણ ભરેલું હોય ત્યારે 50 km2 (19 sq mi) વિસ્તાર આવરી લે છે, ૧૭મી સદીમાં રાજા જય સિંહ વડે ગોમતી નદી પર આરસના પથ્થરોનો બંધ બાંધીને બનાવેલું તળાવ છે.

અર્થતંત્ર[ફેરફાર કરો]

ઇ.સ. ૨૦૦૬માં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૫૦ પછાત જિલ્લાઓમાં ઉદયપુરનો સમાવેશ કરાયો હતો.[૨] હાલમાં તે બેકવર્ડ રિજીયન્સ ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF) હેઠળ આવતા રાજસ્થાનના ૧૨ જિલ્લાઓમાંનો એક છે.[૨]

ખનીજ સંપત્તિ[ફેરફાર કરો]

ઉદયપુર જિલ્લો ખનીજ સંપત્તિમાં સમૃદ્ધ છે. અહીંથી તાંબુ, સીસું, જસત અને ચાંદી જેવા ખનીજો મળી આવે છે. આ સિવાય અહીં ઔદ્યોગિક ખનીજો જેવાં કે ફોસ્ફેટ, એસ્બેસ્ટોસ, કેલ્સાઇટ, ચૂનાના પથ્થરો, બેરિટેસ, એમરલ્ડ અને આરસ વિપુલ માત્રામાં મળી આવે છે.[૩]

ઉપવિભાગો અને તાલુકાઓ[ફેરફાર કરો]

ઉદયપુર જિલ્લો ૮ ઉપવિભાગો ધરાવે છે: ગિરવા, ખેરવાડા, માવલી, વલ્લભનગર, કોટડા, ઝાડોલ, ઋષભદેવ અને સાલુંબેર. આ ઉપવિભાગો વધુ ૧૧ તાલુકાઓમાં વહેંચવામાં આવ્યા છે. ગિરવા ઉપવિભાગ ગિરવા અને ગોગુંડા તાલુકાઓ, ખેરવાડા ઉપવિભાગ ખેરવાડા અને ઋષભદેવ તાલુકાઓ ધરાવે છે. માવલી, વલ્લભનગર, કોટડા અને ઝાડોલ એજ નામના એક તાલુકા ધરાવે છે. સાલુંબેર ઉપવિભાગ લસાડિયા, સાલુંબેર અને સારદા તાલુકાઓનો સમાવેશ કરે છે.

વસ્તી[ફેરફાર કરો]

ઉદયપુર જિલ્લામાં ધર્મ આધારિત વસ્તી
ધર્મ ટકા
હિંદુ
  
93.53%
ઇસ્લામ
  
3.4%
જૈન
  
2.56%
ખ્રિસ્તી
  
0.24%
શીખ
  
0.14%
બૌદ્ધ
  
0.01%

ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉદયપુર જિલ્લાની વસ્તી ૩૦,૬૮,૪૨૦ હતી,[૪] જે ઓમાન દેશની વસ્તી[૫] અથવા યુ.એસ.એ.ના આયોવા રાજ્ય જેટલી છે.[૬] વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૧૧૮મો ક્રમ છે.[૪] જિલ્લામાં વસ્તી ગીચતા ૨૪૨ વ્યક્તિ પ્રતિ ચો.કિમી છે.[૪] ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન તેનો વસ્તી વધારાનો દર ૨૩.૬૬% રહ્યો હતો.[૪] ઉદયપુર જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૫૮ અને સાક્ષરતા ૬૨.૫૪% છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "New district carved out in Rajasthan". The Hindu (અંગ્રેજી માં). ૨૫ જાન્યુઆરી ૨૦૦૮. ISSN 0971-751X. Retrieved ૯ મે ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Ministry of Panchayati Raj (૮ સપ્ટેમ્બર ૨૦૦૯). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "Brief Industrial Profile of Udaipur District" (PDF). Dcmsme.gov.in. Government of India - Ministry of MSME. Retrieved ૨૧ જુલાઇ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate=, |year= (મદદ)
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved ૧ ઓક્ટોબર ૨૦૧૧. Oman 3,027,959 Check date values in: |accessdate= (મદદ)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Iowa 3,046,355 Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]