દમણ
દમણ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું પાટનગર છે. દમણ પ્રદેશ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાથી ઘેરાયેલો છે. જેમાં દમણ શહેર અરબ સાગરના કિનારે વસેલું નગર છે. અહીં પહોંચવા માટે અમદાવાદ - મુંબઇ રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે વલસાડ જિલ્લાના વાપી અથવા ઉદવાડા પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગીઝોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર વણજ માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે પણ આ પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
મુખ્ય આકર્ષણ
[ફેરફાર કરો]દમણગંગા નદી
[ફેરફાર કરો]દમણગંગા નદી ૭૨ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશને ભૌગોલિક રીતે બે ભાગો, નાની દમણ તથા મોટી દમણમાં વહેંચે છે. હોટલ તથા રેસ્ટોરેંટ નાની દમણ ખાતે આવેલાં છે, જ્યારે પ્રશાસનિક ભવન તથા ચર્ચ મોટી દમણ ખાતે આવેલાં છે. મોટી દમણમાં દમણગંગા પ્રવાસન સંકુલ (ટૂરિસ્ટ કામ્પલેક્સ} પણ આવેલું છે. આ સંકુલમાં કાફે, કૉટેજ તથા ફુવારાઓ આવેલા છે.
મોટી દમણ
[ફેરફાર કરો]મોટી દમણ ખાતે અનેક ચર્ચ આવેલાં છે. અહીંનું સૌથી પ્રસિદ્ધ ચર્ચ કૈથેડરલ બોલ જેસૂ ગણાય છે. આ ચર્ચનું નિર્માણ ઇ. સ. ૧૬૦૩ના વર્ષમાં થયું હતું. આ કૈથેડરલ ખાતે લાકડાંમાં અત્યંત સુંદર કારીગરી કરવામાં આવેલી છે. આ ચર્ચની દિવાલો પર કરવામાં આવેલું ચિત્રકામ પણ ખુબ જ આકર્ષક છે. આ ચિત્રોમાં ઈસા મસીહને ચિત્રિત કરવામાં આવેલા છે. આ ચર્ચની પાસે સત્ય સાગર ઉદ્યાન બનાવવામાં આવેલો છે. આ ઉદ્યાનમાં સાંજના સમયમાં ફરવાની એક અલગ જ મજા હોય છે. આ ઉદ્યાનમાં રેસ્ટોરન્ટ તથા બારની વ્યવસ્થા પણ છે.
નાની દમણ
[ફેરફાર કરો]સંત જેરોમ કિલ્લો નાની દમણ ખાતે ઇ. સ. ૧૬૧૪થી ઇ. સ. ૧૬૨૭ની વચ્ચેના સમયમાં બનાવવામાં આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ મુગલ આક્રમણોથી સુરક્ષિત રહેવા માટે કરવામાં આવ્યું હતું. આ કિલ્લામાં ત્રણ બુરજ આવેલા છે. આ કિલ્લાની સામે નદી વહે છે. આ કિલ્લામાં એના સંરક્ષક સંતની મુર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. વર્તમાન સમયમાં આ કિલ્લાની અંદરના વિસ્તારમાં કબ્રસ્તાન તથા એક શાળા આવેલી છે.
દેવકા બીચ
[ફેરફાર કરો]આ સુંદર બીચ દમણથી ૫ કિલોમીટર ઉત્તર દિશામાં આવેલો છે. આ બીચ પાસે પર્યટકોની સુવિધા માટે રેસ્ટોરન્ટ, બાર તથા હોટલની વ્યવસ્થા છે. આ બીચમાં સ્નાન કરવું જોખમી છે, કેમ કે આ બીચ પર પાણીની અંદર ખરબચડા અને ધારદાર પત્થર હોય છે. આ બીચ પર પણ બે પુર્તગાલી ચર્ચ આવેલાં છે.
જામપોર બીચ
[ફેરફાર કરો]આ બીચ નાની દમણથી દક્ષિણ દિશામાં આવેલો છે. આ બીચ એક પ્રસિદ્ધ પિકનિક સ્પૉટ છે. અહીંથી સમુદ્રનો નજારો ખુબ જ સુંદર દેખાય છે.
ભોજન
[ફેરફાર કરો]અહીંની બધી જ હોટલોમાં સામાન્ય રીતે રેસ્ટોરન્ટ આવેલાં છે. સીદાદે દમણ હોટલમાં રેસ્ટોરન્ટ પણ છે. આ રેસ્ટોરન્ટમાં કરચલા (કેકડ઼ા) તથા ઝીંગા માછલીના લજીજ વ્યંજન પિરસવામાં આવે છે. અહીંના રસોઇયા (સેફ)ના કહેવા મુજબ આપ જે પ્રકારનું ભોજન માંગો, આપને અહીં મળી જશે. સેન્ડી રિસોર્ટમાં પણ ખાવાપીવાની સારી વ્યવસ્થા છે. હોટલ મિરામાંર સી ફૂડ તથા દક્ષિણ ભારતીય ભોજન માટે પ્રસિદ્ધ છે. જજીરા અને ઉદય રેસ્ટોરન્ટ પણ સી ફૂડ માટે પ્રસિદ્ધ છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં દમણ.
- દમણ અને દીવ વહીવટી કચેરી: અધિકૃત વેબસાઇટ
- દમણ પ્રવાસન વિભાગની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૧૦-૨૧ ના રોજ વેબેક મશિન
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |