વલસાડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વલસાડ
—  શહેર  —
વલસાડનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°38′N 72°56′E / 20.63°N 72.93°E / 20.63; 72.93
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
વસ્તી ૬૮,૮૨૫ (2001)
લિંગ પ્રમાણ ૦.૯૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


[convert: invalid number]

વલસાડ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાનું તેમ જ વલસાડ તાલુકાનું મુખ્ય મથક છે. વલસાડ અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું છે. વલસાડમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આઝાદ ચોક, હાલર રોડ, તિથલ રોડ, મોગરાવાડી, ધરમપુર રોડ, રેલ્વે કોલોની, કોસંબા રોડ, ધોબી તળાવ, ગવર્મેન્ટ કોલોની, જૂના બજાર, કંસારાવાડ, નાનકવાડા જેવા વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત અહીં તડકેશ્વર મહાદેવ, કલ્યાણ બાગ, જલારામ મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વલસાડથી પાંચ કિમીના અંતરે દરિયાકિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ તિથલ તેમ જ ત્રણ કિમી અંતરે પારનેરાનો કિલ્લો જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.

ભૂગોળ[ફેરફાર કરો]

વલસાડ શહેર ભૌગોલિક રીતે જોતાં ૨૦.૬૩° N ૭૨.૯૩° E.[૧] પર આવેલું છે. આ શહેરની સરેરાશ ઉંચાઈ ૧૩ મીટર (૪૨ ફૂટ) જેટલી છે. આ શહેર અરબી સમુદ્રથી માત્ર ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

નોંધપાત્ર વ્યક્તિઓ[ફેરફાર કરો]

  • મોરારજી દેસાઈ (ભારત ના ભૂતપૂર્વ વડા પ્રધાન)
  • નિરુપા રોય ( ફિલ્મ અભિનેત્રી)
  • બરજોરજી પારડીવાલા ( ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ)

જોવા લાયક સ્થળો[ફેરફાર કરો]

ચિત્રો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]