Pages for logged out editors learn more
બરુમાળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. બરુમાળ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
આ ગામમાં ખેતી, ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પહેલાં અહીં નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ હાલના સમયમાં શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. અહીંના લોકો કુકણા બોલી બોલે છે જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.
બરુમાળ ખાતે મહાદેવજીનું ભવ્ય મંદિર આવેલું છે. ભાવભાવેશ્વર મંદિર સંકુલમાં શાળા, કોલેજ અને દવાખાનું ચાલે છે અને હોસ્ટેલમાં રહેવાની પણ સારી સગવડ છે. અહીંથી વિલસન હિલ નામનું ઉભરતું હવા ખાવાનું સ્થળ ૧૪ કિમી દૂર છે જે જોવાલાયક જગ્યા છે.