બારોલીયા

વિકિપીડિયામાંથી
બારોલીયા
—  ગામ  —
બારોલીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°32′18″N 73°10′29″E / 20.538258°N 73.174788°E / 20.538258; 73.174788
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ધરમપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ નાગલી, ડાંગર, વરાઇ
મુખ્ય બોલી કુકણા

બારોલીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. બારોલીયા ગામમાં બે પાથમીક શાળાઓ, ચાર આંગણવાડી કેન્દ્રો, એક દૂધની ડેરી, પંચાયત ઘર , ખાનગી દવાખાનું જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. બારોલીયામાં ખેડૂત સહકારી મંડળી આવેલી છે. બારોલીયામાં જાદવ ફળીયું, મધળ્દવી ફળીયું ,બારી ફળીયું ,છાગવાડી ફળીયું, બામણ ફળીયું, પટેલ ફળીયું, ખોરી ફળીયું આવેલા છે. આ ગામનો વાહન વહેવાર ધરમપુર શહેર સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલો છે.

આ ગામમાં ખેતી,ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૯૯ ટકા આદીવાસી-કુકણા,ધોડીયાતથા ૧ ટકા વાણીયા તથા અન્ય લોકો વસે છે. આ ગામ ધરમપુર શહેરથી ૧.૫ કિ.મી. દુર આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. પહેલાં અહીં નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ, હાલના સમયમાં શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. અહીંના લોકો કુકણા તથા ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. કુકણા બોલી મરાઠી ભાષા સાથે થૉડી ઘણી મળતી આવે છે. કારણ કે, કુકણા જનજાતિ મુળ મહારાષ્ટની નિવાસી મનાય છે.

બારોલીયામાં કુકણા જનજાતિના લોકો વિધાનસભ્ય તેમજ સંસદસભ્ય પણ થયેલ છે. હાલમાં આ ગામમાં શિક્ષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. ડૉકટર, એન્જીનીયર, સરવેયર, શિક્ષકો, વેપારી જેવા આગળ પડતા લોકો કુકણા તથા ધોડીયા સમાજના છે.[સંદર્ભ આપો]

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

ધરમપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન