નિરુપા રોય

વિકિપીડિયામાંથી
નિરુપા રોય
જન્મ૪ જાન્યુઆરી ૧૯૩૦ Edit this on Wikidata
વલસાડ Edit this on Wikidata
મૃત્યુ૧૩ ઓક્ટોબર ૨૦૦૪ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata

નિરુપા રોય હિન્દી ફિલ્મોના ખુબ જ જાણીતા ચરિત્ર અભિનેત્રી હતા. એમનો જન્મ ૪ જાન્યુઆરી, ૧૯૩૧ ના ગુજરાતના વલસાડ શહેરમાં થયો હતો. એમનું મૂળ નામ 'કોકિલા કિશોરચન્દ્ર બલસારા' હતું. અને 'કમલ રોય' સાથે લગ્ન થયા હતા. નિરુપા રોય મુખત્વે મા ના પાત્રમાં ખુબ જ જાણીતા થયા હતા. એમનો અભિનય અમિતાભ બચ્ચનની મા તરીકે 'દીવાર' ફિલ્મમાં અવિસ્મરણિય હતો. એમની કારકિર્દીની શરૂઆતમાં એમણે મુખ્ય હિરોઈન તરીકે પણ અભિનય કર્યો હતો. લગભગ ૫૦ વર્ષ સુધી ૨૫૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો. અવસાનના એક વર્ષ પહેલાં જ એમનું ફિલ્મફેર પુરસ્કારમાં 'બેસ્ટ સ્પોર્ટિંગ અભિનત્રી' તરીકે એવોર્ડ આપી સન્માન કરવા માં આવ્યું હતું. એમનું અવસાન ૧૩ ઓક્ટોબર ૨૦૦૪ હૃદયરોગના હુમલાને લીધે થયું હતું.