વાપી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વાપી
—  શહેર  —
વાપીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°22′0″N 72°54′0″E / 20.36667°N 72.90000°E / 20.36667; 72.90000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો વાપી
વસ્તી ૧,૬૩,૬૩૦[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 27.33 metres (89.7 ft)

વાપી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા વાપી તાલુકામાં આવેલું એક , ઔદ્યૌગિકક્ષેત્રે જાણીતું, તેમ જ મુંબઇથી દિલ્હી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું શહેર છે. આ ઉપરાંત વાપી શહેર અમદાવાદથી મુંબઇ જતા રેલ્વે માર્ગ પરનું વિરાર અને વલસાડ વચ્ચેનું સ્ટેશન છે. વાપી શહેર ખાતે આવેલી જી.આઈ.ડી.સી. ખુબ જ મોટી ઔદ્યૌગિક વસાહત છે. દમણગંગા નદીના કિનારે આવેલું આ શહેર તેના રસાયણિક ઉદ્યોગો માટે જાણીતું છે.

વાપીમાં ઔદ્યોગિક વસાહત અને જોખમી રાસાયણિક કચરાઓનાં લીધે દુનિયામાં ૪ (ચોથા) ક્રમનું પ્રદુષિત શહેર જાહેર થયેલું છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર તથા વાપી ઉદ્યોગથી જોડાયેલા તમામ લોકોએ એક જુથ થઇને વાપીના ઉદ્યોગોના કચરાઓનો નિકાલ કરવાની પહેલ કરી હતી અને તેને અમલમાં મુકાવી.[સંદર્ભ આપો]

વાપી નગરમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, મહાવિદ્યાલય જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અહીંથી સિલ્વાસા તેમ જ દમણ રાજ્ય ધોરી માર્ગ દ્વારા જઇ શકાય છે. આ ઉપરાંત વાપી અને શામળાજીને જોડતો રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પણ આ શહેરને રાજ્યની પૂર્વ સરહદે આવેલાં અન્ય સ્થળો સાથે જોડે છે.

વાપી પહોંચવા માટે[ફેરફાર કરો]

વાપી રેલ્વે સ્ટેશન

મુંબઇથી અમદાવાદ જતા રેલ્વે માર્ગ પર વલસાડ અને વિરાર વચ્ચે વાપી સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા વાપી પહોંચી શકાય છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ શહેર ને ભાગે છે , જેમાં પારડી અને ભીલાડની વચ્ચે વાપી આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી દમણ પણ જઇ શકાય છે.

વાપીથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]