જી.આઈ.ડી.સી.

વિકિપીડિયામાંથી

જી.આઈ.ડી.સી.[૧]ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતુ એક વિકાસ નિગમ છે. તેનું પુરૂ નામ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન છે. જે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ ના નામથી પણ ઓળખાય છે. જેનાં દ્વારા ગુજરાત માં અલગ અલગ જગ્યાએ ઉધોગક્ષેત્ર નક્કી કરવામાં આવ્યુ છે તેમજ ઉધોગને પ્રોત્સાહન અને વિવિધ સુવિધાઓ આપવા માટે કાર્યો કરે છે. આ વિકાસ નિગમની મુખ્ય ઓફિસ ગાંધીનગર ખાતે આવેલી છે.

જી.આઈ.ડી.સી.ની સ્થાપના ગુજરાત ઇન્ડ્રસ્ટિઅલ ડેવલોપમેન્ટ એક્ટ, ૧૯૬૨ વડે કરવામાં આવી હતી.

જાણીતાં ઉદ્યોગપતિઓ જેવાંકે રિલાયન્સના ધીરુભાઈ અંબાણી અને નિરમાના કરશનભાઇ પટેલે તેમના ધંધાની શરૂઆત જી.આઇ.ડી.સી. માંથી કરી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gujarat Industrial Development Corporation nod for modern hospital in Sachin". ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]