શામળાજી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શામળાજી
મંદિર સંકુલ - બાજુ પરથી દેખાવ
મંદિર સંકુલ - બાજુ પરથી દેખાવ
શામળાજી is located in ગુજરાત
શામળાજી
ગુજરાતમાં સ્થાન માં સ્થાન
ભૂગોળ
સ્થાનશામળાજી
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅરવલ્લી જિલ્લો
અક્ષાંસ-રેખાંશ23°41′17″N 73°23′13″E / 23.68806°N 73.38694°E / 23.68806; 73.38694
સંસ્કૃતિ
ગર્ભગૃહશ્યામ રંગના વિષ્ણુ અથવા કૃષ્ણ શામળાજી
મુખ્ય તહેવારોકાર્તિક પૂર્ણિમાના દિવસે વાર્ષિક મેળો
ઇતિહાસ
બાંધકામ તારીખ૧૧મી સદી

શામળાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક મોટું ગામ અને પ્રાચીન યાત્રાસ્થળ છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ઉપરાંત શામળાજી રાજ્ય ધોરી માર્ગ દ્વારા પણ આસપાસનાં મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે.

શામળાજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને વેપારધંધાનો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, બટાકાં, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આઇ.ટી.આઇ., બી.એડ. કોલેજ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

શામળાજી નજીક શ્યામલ વન આવેલ છે, જેમાં વિવિધ જાતનાં વૃક્ષો જોવા મળે છે. શામળાજી મંદિર નજીક એક કુવો છે. જેને વાવ કહે છે. શ્યામલ વન નું કામ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. શ્યામલ વન એ પ્રાચીન શામળાજીના કરમાં બાઈ તળાવમાં બાંધવામાં આવ્યું છે. શામળાજીમાં નાગધરા તરીકે પ્રખ્યાત વાંઘું છે. જ્યાં કાળી ચૌદસ ના દિવસે લોકો ત્યાં સ્નાન કરવા માટે આવે છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

શામળાજી મંદિર[ફેરફાર કરો]

શામળાજી મંદિર - આગળનો દેખાવ
શામળાજી મંદિર

શામળાજી મેશ્વો નદીના કિનારા પર આવેલું છે.[૧] શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે. મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જોવા મળે છે. મંદિર ઉત્તરાભિમુખ છે. તેની જગતીનો ભાગ વિશાળ છે. મંદિરના તોરણવાળા પ્રવેશદ્વારની સામે જ ગર્ભદ્વાર અને તેની સામે જ દેવમૂર્તિની રચના કરવામાં આવેલી છે. જે લગભગ ૧૩૦ સે.મી. જેટલી ઉંચી છે. આ ચતુર્ભૂજ વિષ્ણુપ્રતિમાની સામે ગરુડમૂર્તિ આવેલી છે. મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચાયેલું છે. ૧. સભાખંડ, ૨. અંતરાલ અને ૩. ગર્ભદ્વાર. મંદિરની દિવાલો દેવીદેવતાઓની મૂર્તિઓ, માનવી-પ્રાણીઓ તથા ફૂલવેલની આકૃતિઓના શિલ્પોથી કોતરાયેલી છે. આ શિલ્પશ્રેણીઓમાં મહાભારત અને રામાયણના પ્રસંગો ઈન્દ્ર, અજ્ઞિ, વરુણ, શિવ, ગણેશ ઉપરાંત સરસ્વતી, ઈન્દ્રાણી વગેરેની મૂર્તિઓ જોવા મળે છે. મંદિરનું શિખર ઉપર તરફ જતાં નાનું થતું જાય છે. આ શિખરને ત્રણ ઉરુશૃંગો છે જેના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવ્યો છે. મંદિરમાંથી મળી આવેલાં તાંબાના પતરા પરના બે લેખો પરથી મંદિરનો જિર્ણોદ્ધાર ૧૭૬૨માં થયાનું જાણ થાય છે.[૨]

અન્ય સ્થળો[ફેરફાર કરો]

મેશ્વો જળાશય

શામળાજીથી ૨ કિ.મી.ના અંતરે આવેલા દેવની મોરી તરીકે ઓળખાતા સ્થળ પરથી ક્ષત્રપકાલીન સ્તૂપ અને વિહાર મળી આવેલાં છે. આ અવશેષો આ સ્થાનને બૌદ્ધયુગનું મહત્વનું કેન્દ્ર હોવાનું સૂચવે છે.[૨]

શામળાજીનો મેળો[ફેરફાર કરો]

શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ-૧પ ને દિવસે ભરાય છે. મેળાની શરુઆત દેવઊઠી અગિયારસથી શરુ થાય છે. આ મેળો ત્રણ અઠવાડિયાં ચાલે છે. આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. મેળા દરમિયાન મેશ્વો નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે: 'શામળાજીના મેળે રે રણઝણિયું વાગે !'[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 440-442.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. p. ૩૮-૪૦. Check date values in: |year= (મદદ)

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]