મેશ્વો નદી

વિકિપીડિયામાંથી
મેશ્વો નદી
સ્થાન
જિલ્લોઅરવલ્લી જિલ્લો
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • અક્ષાંશ-રેખાંશ
22°48′03″N 72°39′48″E / 22.8009°N 72.6632°E / 22.8009; 72.6632
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીસાબરમતી નદી
બંધમેશ્વો જળાશય યોજના

મેશ્વો નદી અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજી પાસેથી વહે છે. આ નદી સાબરમતી નદીની ઉપનદી છે. આ નદી પર શામળાજી પાસે મેશ્વો જળાશય યોજનાના નામથી બંધ બાંધવામાં આવ્યો છે.

મેશ્વો નદી અરવલ્લીની પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. તે મોડાસા, ભિલોડા, પ્રાંતિજ તાલુકાઓ અને અમદાવાદ અને ખેડા જિલ્લામાંથી વહે છે. ખેડા પછી તે વાત્રક નદીને મળે છે.[૧] ૨૦૩ કિમી સુધી મેશ્વો નદી ખારી નદીની સમાંતર વહે છે.[૧]

મેશ્વો નદીના કાંઠા પર આવેલાં ગામો[ફેરફાર કરો]

ભિલોડા તાલુકાના ૮, મોડાસા તાલુકાના ૧૭ અને અમદાવાદ અને ખેડા જિલ્લાના ૧૨ ગામો મેશ્વો નદીના કાંઠે વસેલા છે.[૧]

કાંઠા પર આવેલાં જાણીતા સ્થળો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ રાજગોર, શિવપ્રસાદ (ઓગસ્ટ ૨૦૦૨). "મેશ્વો (નદી)". માં ઠાકર, ધીરુભાઇ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XVI (૧ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૯૧. OCLC 163322996.