વિશ્વામિત્રી નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વિશ્વામિત્રી નદી
Vishwamitri-river-1.jpg
વિશ્વામિત્રી નદી, વડોદરાની બહાર
સ્થાન
વિશ્વામિત્રી નદી, વડોદરા નજીક

વિશ્વામિત્રી નદી મહી નદી અને નર્મદા નદીની વચ્ચે પૂર્વથી પશ્ચિમ વહેતી નદી છે. આ નદીનું મૂળ પાવાગઢ ડુંગર પર છે, તેને કિનારે ઘણું ખરું વડોદરા શહેર વસેલું છે.

આ નદી ખાનપુર ગામ નજીક ખંભાતના અખાતને મળતા પહેલાં ઢાઢર નદી અને ખાનપુર નદી સાથે જોડાય છે.[૧]આ નદી આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ સમાવે છે. વડોદરાના નાના મોટા અનેક જળાશયો સીધી અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે. ખાસ કરીને ચોમાસામાં વડોદરાના અનેક જળાશયોનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે, તેથી જ સામાન્ય સંજોગોમાં તેમાં ઘણું ઓછું પાણી હોય છે. વિશ્વામિત્રી નદી ઘણી જગ્યાએ ખુબ જ પ્રદુષિત પણ છે. તેમ છતાં આ નદી ૧૦૦થી વધુ મગરનું ઘર છે.[૨][૩]હાલ વિશ્વામિત્રી નદીની સાફસફાઇ તેમજ મગર ગણતરીની ઝુંબેશ ચાલું છે. ભારતમાં આવેલી કદાચ આ એવી એક માત્ર નદી છે જે શહેરની મધ્યેથી પસાર થાય છે અને ખુબજ નાનો પટ ધરાવતી હોવા છતાં તેમાં આટલી મોટી સંખ્યામાં મગરો છે. આ નદી પર અનેક બંધ આવેલા હોવા છતાં સહાયક નદીઓને કારણે તેમાં પૂર આવતું રહે છે.[૪][૫]

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) દ્વારા વિશ્વામિત્રી નદી પર સાબરમતી રિવરફ્રન્ટની જેવી યોજના બનાવવાનો પ્રસ્તાવ છે, જે ૨૦ થી ૨૫ વર્ષ સુધી ચાલશે.[૫][૬][૭]

નોંધ અને સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Riverfront Development for Vishwamitri". Vadodara Property Centre. ૧૫ માર્ચ ૨૦૧૦. the original માંથી ૨૦ એપ્રિલ ૨૦૧૦ પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)
  2. "VMC to rehabilitate Vishwamitri crocodiles in Ajwa Sarovar". Indian Express. ૩ નવેમ્બર ૨૦૦૮. મૂળ સંગ્રહિત થી ૧૯ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)
  3. Raja, Aditi and Saiyed, Kamal (૧૭ જુન ૨૦૧૪). "Narmada or Vishwamitri, crocodiles on the offensive in Gujarat". Indian Express. મૂળ સંગ્રહિત થી ૧૯ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
  4. "After J&K heavy rainfall wreaks havoc in Gujarat, 5,300 people evacuated to safer places". Daily Bhaskar. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪. મૂળ સંગ્રહિત થી ૧૯ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)
  5. ૫.૦ ૫.૧ "Vishwamitri Riverfront: MP seeks Centre's push". Indian Express. ૧૮ ડિસેમ્બર ૨૦૧૪. મૂળ સંગ્રહિત થી ૧૯ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)
  6. Sharma, Sachin (૧૫ માર્ચ ૨૦૧૦). "VMC keen on riverfront development corporation for Vishwamitri". The Times of India. મૂળ સંગ્રહિત થી ૧૯ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)
  7. "Vishwamitri riverfront : Irrigation dept to submit report next week". Indian Express. ૬ ડિસેમ્બર ૨૦૦૯. મૂળ સંગ્રહિત થી ૧૯ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]