પાવાગઢ
પાવાગઢ | |
---|---|
પાવાગઢ | |
પાવાગઢની ટોચ પર આવેલું મહાકાળી માતાનું મંદિર | |
પાવાગઢનો નકશો, ૧૮૪૭ | |
અક્ષાંશ-રેખાંશ: 22°28′00″N 73°30′02″E / 22.46672°N 73.50048°E | |
દેશ | ભારત |
ગુજરાત | ગુજરાત |
જિલ્લો | પંચમહાલ |
ઊંચાઇ | ૭૬૨ m (૨૫૦૦ ft) |
પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.[૧]
ભૂગોળ
[ફેરફાર કરો]ભૌગોલિક રીતે પાવાગઢ ૨૨.૭૭૬° N ૭૩.૬૧૮° E પર વસેલું છે.
પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે, જ્યાંથી આશરે ૪ થી ૫ કિલોમીટર જેટલા અંતરે માંચી ગામ આવેલું છે. ચાંપાનેરથી માંચી સુધી જવા જીપની સવલત છે જે વન્ય વનરાજી સભર સર્પાકાર માર્ગ પર ચઢાણ કરી માંચી ગામ પહોચાડે છે. માંચી ખાતેથી ગઢ પર ચઢવા માટે ઉડનખટોલા (રોપ-વૅ) બનાવવામાં આવ્યો છે.[૨] આ ઉપરાંત અહીં ઉપર ચઢવા માટે પગથિયાંવાળો માર્ગ પણ ઉપલબ્ધ છે. આશરે ૧૫૦૦ની આસપાસના આ પગથિયાં એકાદ કલાકમાં ચઢી શકાય છે. રોપવે પણ ૬ થી ૮ મિનિટનાં નજીવા સમયમાં મંદિરના પગથિયાં સુધી પહોચાડે છે. ઘણાં સાહસિકો અને પ્રકૃતિપ્રેમીઓ ચાંપાનેરથી જ માંચી સુધી જંગલના રસ્તે ચઢાણ કરે છે જેનો લ્હાવો અનેરો છે. આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી કપરો છે તેમજ સંધ્યાકાળ બાદ ચઢાણ કરવા માટે હિતાવહ પણ નથી.
ઇતિહાસ
[ફેરફાર કરો]દેવી કાલિકા માતાની શરૂઆતમાં ભીલ અને કોળી સમુદાયના મૂળ લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવતી હતી.[૩]
દંતકથા
[ફેરફાર કરો]એક દંતકથા મુજબ પાવાગઢ ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું.[૪]
વર્ષો પહેલા પાવાગઢ - ચાંપાનેર પંથકમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતય કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રૂપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતય રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
છબીઓ
[ફેરફાર કરો]-
પાવાગઢની ટોચ પર આવેલું મહાકાળી માતાનું મંદિર
-
હનુમાન મંદિર, પાવાગઢ
-
સાત કમાન, પાવાગઢ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "templenet.com પર પાવાગઢનો શક્તિપીઠ તરીકે ઉલ્લેખ". K. Kannikeswaran. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪.
- ↑ "Usha Breco Limited | Maa Kalidevi". મૂળ માંથી 2011-12-19 પર સંગ્રહિત.
- ↑ Rathaur, Ravi (2017-05-24). "Kalika Mata Temple, Pavagadh, Gujarat - Pavagarh Shakti Peeth". Gujarat Travel Blog (અંગ્રેજીમાં). મેળવેલ 2022-09-02.
- ↑ "ભીલ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-09-02.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પાવાગઢ વિશે માહિતી
- પાવાગઢ મંદિર વિશે માહિતી સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૭ ના રોજ વેબેક મશિન
- પાવાગઢ શક્તિપીઠ વિશે માહિતી
- પાવાગઢનો કિલ્લો તેમ જ પૌરાણિક મંદિરો વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૦-૦૯-૦૧ ના રોજ વેબેક મશિન
- ચાંપાનેર - પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્કની તસવીરો સંગ્રહિત ૨૦૧૩-૦૧-૧૩ ના રોજ archive.today
- ચાંપાનેર - પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક સંગ્રહિત ૨૦૦૮-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન
- યુનેસ્કો (UNESCO) Fact Sheet
- યુનેસ્કો (UNESCO) વિશ્વ ધરોહર સ્થળ (World Heritage Center): ચાંપાનેર - પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક