લખાણ પર જાઓ

ગબ્બર

વિકિપીડિયામાંથી
ગબ્બર
ગબ્બર પર્વત અને મંદિર
શિખર માહિતી
ઉંચાઇ1,600 ft (490 m)
ભૂગોળ
સ્થાનઅંબાજી, દાંતા તાલુકો, બનાસકાંઠા જિલ્લો
આરોહણ
સૌથી સહેલો રસ્તોરોપ-વે
સામાન્ય રસ્તોપગથિયાં

ગબ્બર અંબાજીથી ૫ કિ.મી. દૂર આરાસુર પર્વતમાળામાં આવેલો પર્વત છે. ગબ્બર પર અંબા માતાનું નાનકડું મંદિર આવેલું છે, જેનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે.[] ગબ્બર ૯૯૯ પગથિયાંઓ ધરાવે છે અને રોપ-વે વડે પણ તેના પર જઈ શકાય છે. ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી ક્ષેત્રમાં અરવલ્લીની વાયવ્ય દિશાએ આવેલું આ સ્થળ વૈદિક પવિત્ર નદી સરસ્વતી નદીના ઉદ્ગમની બાજુમાં આવેલું છે.

આ સ્થળ પ્રાચીન અને પૌરાણિક ૫૧ શક્તિ પીઠોમાંનું એક છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. અંબાજી ટેમ્પલ વેબસાઈટ
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-03-06 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-27.