સાપુતારા
સાપુતારા | |
---|---|
ગિરિમથક | |
પર્વત પરથી સાપુતારાનો દેખાવ | |
અક્ષાંશ-રેખાંશ: 20°34′47″N 73°44′48″E / 20.57972°N 73.74667°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ડાંગ |
ઊંચાઇ | ૧,૦૦૦ m (૩૦૦૦ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨,૯૬૮ |
• ગીચતા | ૩,૧૫૧/km2 (૮૧૬૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી ભાષા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૯૪૭૨૦ |
ટેલિફોન કોડ | +૦૨૬૩૧ |
વાહન નોંધણી | GJ-30 |
સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે.[૨] આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે.
અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]સાપુતારા તળાવ (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે.
- સાપુતારા સંગ્રહાલય: આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે.
- બગીચા: રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન.
-
સાપુતારા સનસેટ પોઇન્ટ
-
સાપુતારા સનરાઈઝ પોઇન્ટ
-
સાપુતારાનો બગીચો
સાપુતારા આસપાસ પ્રવાસનના સ્થળો
[ફેરફાર કરો]- વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે.
- ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે એને ‘ગુજરાતનો નાયગરા’ કહેવાય છે.
- સપ્તશૃંગી ગઢ: સાપુતારાથી ૫૦ કિ.મી. દૂર આવેલ સ્થળ.
પ્રવાસ માટે માહિતી
[ફેરફાર કરો]સાપુતારા અમદાવાદથી ૪૨૦ કિ.મી., ભાવનગરથી ૫૮૯ કિ.મી., રાજકોટથી ૬૦૩ કિ.મી., સુરતથી ૧૭૨ કિ.મી., વઘઇથી ૪૯ કિ.મી., બીલીમોરાથી ૧૧૦ કિ.મી., નાસિકથી ૮૦ કિ.મી., મુંબઇથી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.
- વિમાનમથક: સુરત ૧૭૨ કિમી દૂર, મુંબઇ ૨૨૫ કિ.મી. દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
- નેરોગેજ રેલ્વેસ્ટેશન: વઘઇ
- બ્રોડગેજ રેલ્વેસ્ટેશન: બીલીમોરા
- ધોરી માર્ગ: સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે.[૩]
વસ્તી
[ફેરફાર કરો]ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, સાપુતારાના સૂચિત વિસ્તારની વસ્તી ૨,૯૬૮ છે જેમાંથી ૧,૦૩૧ પુરૂષો છે જ્યારે ૧,૯૩૭ સ્ત્રીઓ છે. સાપુતારાનો સાક્ષરતા દર ૮૭.૪% છે. આમ, ડાંગ જિલ્લાના ૭૫.૨%ની સરખામણીમાં સાપુતારામાં સાક્ષરતા દર વધુ છે. સાપુતારામાં પુરૂષ સાક્ષરતા દર ૮૯.૭૩% અને સ્ત્રી સાક્ષરતા દર ૮૬.૨૯% છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Saputara Population Census 2011". મેળવેલ 13 Jun 2018.
- ↑ "Saputara Hill station". Dangs district administration website. મેળવેલ 13 Jun 2018.
- ↑ "New highways notification dated 13th June, 2014" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. 13 Jun 2014. મૂળ (PDF) માંથી 12 જૂન 2018 પર સંગ્રહિત. મેળવેલ 13 Jun 2018.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર સાપુતારા ગિરિમથક વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન
- સાપુતારા વિશે માહિતી