બરડો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બરડો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં પોરબંદર જિલ્લામાં આવેલી એક ડુંગરમાળા છે.[૧] બરડો સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડાની ડુંગરમાળા કુલ ૪૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓ ગોળ મથાળાં ધરાવે છે. તેનું આભપરા શિખર ૬૩૭ મીટર ઊંચાઇ સાથે સૌથી ઊંચું શિખર છે અને વેણું શિખર ૬૨૩.૯૫ મીટર ઊંચાઇ ધરાવે છે. બરડાની પૂર્વમાં અલેકની ટેકરીઓ આવેલી છે, જે સપાટ મથાળા ધરાવે છે.[૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. નકશામાં ગુજરાત (૧ આવૃત્તિ.). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. p. ૧૩. Check date values in: |year= (મદદ)
  2. પ્રા. મંજુલાબેન બી. દવે-લેન્ગ. ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ (૧૦ આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. p. ૩૬-૩૭. ISBN 978-93-81265-83-3.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]