ચર્ચા:બરડો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

બરડા વન્યજીવ અભ્યારણ્ય માં ૧૪૩ વર્ષ પછી નર સિંહનું આગમન[ફેરફાર કરો]

ગુજરાત વનવિભાગની નોંધ પ્રમાણે સન ૧૯૭૯માં છેલ્લે સિંહની હાજરી નોંધી છે. ૧૯ મી સદીનાં ઉતરાર્ધમાં બરડા અને આલેચની પર્વતમાળાઓમાં સિંહનો વસવાટ જોવા મળ્યો હતો. પરંતુ બ્રિટીશ લશ્કરી દળો દ્વારા વાઘેરમાં થતાં સતત વિક્ષેપનાં કારણે સિંહને ઘણી મુશ્કેલી અનુભવાતી હતી. આ સમુહમાં સિંહ, સિંહણ અને તેનું બચ્ચું ( સિંહ બાળ) છેલ્લે આ વિસ્તારમાં ૧૮૭૯માં જોવામાં આવ્યા હતા. તે સમયે પોરબંદર રાજ્યનાં અધિકારી દ્વારા કોઈ રક્ષણાત્મક પગલાં લેવામાં આવે તે પહેલા રબારીઓ અને નવાનગર રાજ્ય પોલીસ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી.

હવે, તા: ૧૮ જાન્યુઆરી ૨૦૨૩નાં રોજ રેડિયો કોલર લગાવેલ લગભગ સાડાત્રણ વર્ષની ઉમરનો નર સિંહ એ બરડા વન્યજીવ અભ્યારણ્યમાં પ્રવેશ કર્યો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેંજમાં રાણાવાવ રાઉંડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ૦૩ ઓક્ટોબર ૨૦૨૨ નાં રોજ માધવપુર રાઉંડમાં જોવામાં આવ્યો હતો. દરિયાકાંઠાનાં જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભ્યારણ્યમાં પ્રવેશ્યો હતો.

જે પ્રમાણે નર સિંહની ઉમર લગભગ સાડા ત્રણ વર્ષ જેટલી છે. એ જોતા આ નરસિંહને તેના પરિવારમાંથી બહાર કરવામાં આવેલ હોઈ શકે છે, તેથી એ પોતાનો વિસ્તાર વધારવા તથા માદાની શોધમાં બરડા ડુંગરમાં પ્રવેશ કર્યો છે. જો આ નર સિંહને માદાની હાજરી બરડામાં નહી વર્તાય તો નર સિંહ બરડા માં વસસે નહી. તે પરત ફરી શકે છે. આ ઘટનાની ગંભિરતા જોતા ગુજરાત વનવિભાગ અને ગુજરાત સરકારે તાત્કાલિક કુદરતી રીતે દોઢ સદિ બાદ બરડામાં સિંહે પ્રવેશ કર્યો છે. તેની માટે વ્યવસ્થાપન ઉભુ કરવુ જોઈએ. નર સિંહને બરડામાં માનવ ખલેલ બિલકુલ ન થાય તેના માટે કડક પગલા લેવા જોઈએ. નર સિંહ કે જેની ઉમર જોતા તે જાતિય રીતે સક્રિય છે અને પ્રજનન કરવા સક્ષમ છે. ત્યારે ગુજરાત વનવિભાગ આ નર સિંહને અનુરુપ માદા સિંહણને આયોજન પુર્વક બરડામાં તેની સામે પ્રસ્તુત કરે છે. તો બરડામાં પ્રવેશેલ આ નરસિંહ માદા સાથે બરડામાં વસી અને પોતાનાં માટે નવો વિસ્તાર અને સામ્રાજ્ય ઉભુ કરી શકે છે.

સિંહો માટે એક નવા રહેઠાણની વ્યવસ્થા બરડામાં ઉભી કરી. ગુજરાત સરકાર અને ગુજરાત વનવિભાગ સિંહ સંવર્ધન અને સંરક્ષણમાં વૈશ્વિક ડંકો વગાડી શકે છે. Mayank Bhatt (Save Lion) (ચર્ચા) ૨૨:૩૦, ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ (IST)[ઉત્તર]