તારંગા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
તારંગા જૈન તીર્થ
Taranga Temple 2017.jpg
તારંગામાં આવેલું અજિતનાથ દેરાસર
ધર્મ
જોડાણજૈન
દેવી-દેવતાઅજિતનાથ
તહેવારોમહાવીર જયંતી
સ્થાન
સ્થાનસતલાસણા, મહેસાણા જિલ્લો, ગુજરાત, ભારત
તારંગા is located in ગુજરાત
તારંગા
ગુજરાતમાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ23°57′59″N 72°45′17″E / 23.96639°N 72.75472°E / 23.96639; 72.75472
સ્થાપત્ય
નિર્માણકારકુમારપાળ
સ્થાપના તારીખ૧૧૨૧
ખાસિયતો
મંદિરો૧૪ શ્વેતાંબર અને ૫ દિગંબર
ઉંચાઇ45 m (148 ft)
(અંદાજિત)

તારંગા તીર્થ કે તારંગા ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે, જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે જ્યારે રાજકીય રીતે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.[૧]

અમદાવાદ શહેરથી ૧૪૦ કિમી દૂર સ્થિત તારંગા જૈન મંદિરો માટે જાણીતું તીર્થસ્થળ છે. આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

વાહન વ્યવહાર[ફેરફાર કરો]

તારંગા હિલ રેલ્વે સ્ટેશન અહિં તળેટીમાં આવેલું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે જે મહેસાણા જંક્શન સાથે સીધી મીટરગેજ ટ્રેન વડે જોડાએલું છે[૨]. મહેસાણા-તારંગા હિલ રેલ્વે માર્ગમાં વિસનગર, વડનગર અને ખેરાલુ જેવા મહત્વના ગામો/નગરો આવે છે. સડક માર્ગે તારંગા હિલ, મહેસાણા-વિસનગર-અંબાજી ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ ૫૬ પર મહેસાણાથી ૭૫ કિ.મી., વિસનગરથી ૫૧ કિમી અને અંબાજીથી ૫૪ કિ.મી.ના અંતરે આવેલું છે[૩].

ચિત્રો[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૪૪૨. Check date values in: |year= (મદદ)

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. ૪૪૨.
  2. "મહેસાણા - તારંગા હિલ મીટરગેજ ડીએમયુ". indiarailinfo.com. Retrieved ૧૬ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  3. "મહેસાણાથી તારંગા હિલનું અંતર - ગુગલ". વેબ સર્ચ. www.google.com. Retrieved ૧૬ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]