કારતક
Appearance
કારતક મહિનો હિંદુ વૈદિક પંચાગ વિક્રમ સંવત નો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં આગલા (વીતી ગયેલા) વર્ષનો આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
શક સંવત પ્રમાણેનો આ આઠમો મહિનો છે. આ મહિના પહેલાં આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
કારતક મહિનામાં બેસતું વરસ, ભાઈ બીજ, દેવઉઠી અગિયારસ, દેવ દિવાળી જેવા તહેવારો આવે છે.
કારતક મહિનામાં આવતા તહેવારો
[ફેરફાર કરો]- વિક્રમ સંવત કારતક સુદ એકમ : બેસતું વરસ
- વિક્રમ સંવત કારતક સુદ બીજ : ભાઈબીજ
- વિક્રમ સંવત કારતક સુદ પાંચમ : લાભ પાંચમ
- વિક્રમ સંવત કારતક સુદ અગિયારસ : દેવઉઠી અગિયારસ, વૌઠાનો મેળો શરૂ
- વિક્રમ સંવત કારતક સુદ પૂનમ : દેવદિવાળી / ગુરૂનાનક જયંતિ, વૌઠાનો મેળો પુર્ણ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |