વૌઠા ગામ પાસે સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીઓના પાણી એક સાથે વહે છે, જેને સપ્તસંગમ કહેવાય છે. દર વર્ષે ત્યાં કારતક સુદ અગીયારસથી કારતક સુદ પુનમ સુધી પાંચ દિવસનો ખુબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે. આ મેળો તેમાં થતા વિશિષ્ટ ગધેડાંના વેપારને કારણે પણ ખુબ પ્રખ્યાત છે.