આ ગામ વાસદથીબગોદરા જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. અહીં આ માર્ગને ભાવનગરથીઅમદાવાદ જતો રાજ્ય ધોરી માર્ગ મળતો હોઇ આ સ્થળ વટામણ ચોકડી તરીકે પ્રખ્યાત છે.
વટામણ અમદાવાદથી પ્રખ્યાત જૈન તીર્થ પાલીતાણા જવાના માર્ગ પર આવેલું હોવાથી પાલિતાણા જતા યાત્રિકો માટે સ્થળ છે. આથી અહીં જૈન દેરાસર આવેલું છે. આ દેરાસર ખાતે આદિનાથ અથવા ઋષભદેવ બિરાજમાન છે. આ દેરાસર પાલનપુર અને મુંબઇ નિવાસી અનિલાબેન અને સુરેશભાઈ બાપાલાલ શાહ તરફથી ઇસ ૨૦૦૩ના વર્ષમાં બંધાવવામાં આવેલું છે. અહીં આવેલા મુખ્ય દેરાસરમાં મહાવીર સ્વામી, પાર્શ્ચનાથ સ્વામી, વાસુપુજ્ય સ્વામી અને કુંથુનાથ સ્વામીની મૂર્તિઓ આવેલી છે.