લખાણ પર જાઓ

સાબરમતી નદી

વિકિપીડિયામાંથી
(સાબરમતી થી અહીં વાળેલું)
સાબરમતી નદી
સાબરમતી નદી, અમદાવાદ
સાબરમતી નદીના ક્ષેત્રનો નકશો
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત, રાજસ્થાન
શહેરોઅમદાવાદ, ગાંધીનગર
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનઅરવલ્લી, ઉદયપુર જિલ્લો, રાજસ્થાન
 ⁃ ઊંચાઇ782 m (2,566 ft)
નદીનું મુખ 
 • સ્થાન
ખંભાતનો અખાત, ગુજરાત
લંબાઇ371 km (231 mi)[]
વિસ્તાર30,680 km2 (11,850 sq mi)[]
સ્રાવ 
 ⁃ સરેરાશ120 m3/s (4,200 cu ft/s)
સ્રાવ 
 ⁃ સ્થાનઅમદાવાદ[]
 ⁃ સરેરાશ33 m3/s (1,200 cu ft/s)
 ⁃ ન્યૂનતમ0 m3/s (0 cu ft/s)
 ⁃ મહત્તમ484 m3/s (17,100 cu ft/s)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેવાંકળ નદી, હરણાવ નદી, હાથમતી નદી, વાત્રક નદી[]
 • જમણેસેઇ નદી[]

સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. તેનું ઉદ્‌ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ ગુજરાતમાંથી વહે છે અને ખંભાતના અખાત થકી અરબી સમુદ્રમાં ભળી જાય છે. નદીની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે અને કુલ સ્‍ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે જ્યારે વાંકળ, હરણાવ, હાથમતી, ખારી અને વાત્રક તેના ડાબા કાંઠાની શાખાઓ છે.[]

અમદાવાદ અને ગાંધીનગર અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧માં ગુજરાતના સુલતાન અહમદશાહને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઈ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી હતી.

ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધીએ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.

ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને હાથમતી, મેશ્વો, માઝુમ, ખારી, શેઢી, વાત્રક એમ કુલ સાત નદીઓનો સંગમ થાય છે. ત્યાં દર વર્ષે કારતકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને પ્રસિધ્ધ વૌઠાનો મેળો ભરાય છે, જે ગધેડાઓની લે-વેચ માટે પણ પ્રસિદ્ધ છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.

સાબરમતી નદી પર આવેલા બંધો

[ફેરફાર કરો]

સાબરમતી નદી પર નીચેના મુખ્ય બંધો આવેલા છે:

  • ધરોઈ બંધ
  • વાસણા બેરેજ
  • સેઇ બંધ
  • હરણાવ બંધ
  • હાથમતી બંધ
  • ગુહાઇ બંધ
  • વર્તક બંધ (પ્રોજેક્ટ)
  • કલ્પસર બંધ (પ્રોજેક્ટ)

ધરોઇ બંધ

[ફેરફાર કરો]

સાબરમતી નદી પર તેના ઉદ્‌ગમ સ્થાનથી ૮૦ કિ.મી.નાં અંતરે અને અમદાવાદથી ૧૬૫ કિમી દૂર મહેસાણા જિલ્લામાં ધરોઇ ગામમાં ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધનો સ્‍ત્રાવક્ષેત્ર ૫,૪૭૫ ચો.કિ.મી. છે અને તેનાથી ૨૦૨ કિ.મી.નાં અંતરે વાસણા બેરેજ છે, જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૦,૬૧૯ ચો.કિ.મી. છે.[] આ બંધનું બાંધકામ ૧૯૭૮માં કરવામાં આવ્યું હતું. બંધનો સ્ત્રાવક્ષેત્રમાંથી ૨,૬૪૦ ચો.કિમી ગુજરાત રાજ્યને ભાગે આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Sabarmati Basin. Government of India Ministry of Water Resources. 2014. મેળવેલ 3 May 2019.
  2. "Sabarmati Basin Station: Ahmedabad". UNH/GRDC. મૂળ સંગ્રહિત માંથી 4 October 2013 પર સંગ્રહિત.
  3. ૩.૦ ૩.૧ "સાબરમતી નદી". સરકારી. નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ. મૂળ સંગ્રહિત માંથી 2014-10-31 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ ઓકટોબર ૨૦૧૪. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]