પ્રાંતિજ તાલુકો
Appearance
પ્રાંતિજ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
મુખ્યમથક | પ્રાંતિજ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પ્રાંતિજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો તાલુકો છે. પ્રાંતિજ નગર તાલુકાનું મુખ્ય મથક છે.
પ્રાંતિજ તાલુકામાં ફુલાવર અને કોબીજનુ ઉત્તમ ઉત્પાદન થાય છે જે મહાનગરો અને રાજ્ય બહાર પણ ખેડુતો દ્વારા મોકલવામા આવે છે. અહી ડાંગરનુ પણ ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે અને સલાલની ડાંગરના ઉત્પાદન કરવા માટે જાણીતો વિસ્તાર છે.
ભૂગોળ
[ફેરફાર કરો]પ્રાંતિજ તાલુકાની મુખ્ય નદીઓ હાથમતી નદી, સાબરમતી નદી અને ખારી નદી છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- કાલી માતાનું મંદિર - ઘડી ગામથી આશરે એકાદ કિ.મી. જેટલા અંતરે આવેલા મંદિરમાં આસો સુદ સાતમ તેમ જ આઠમના દિવસો દરમિયાન મેળો ભરાય છે.
- ગળતેશ્વર - સાબરમતી નદીના કિનારે આવેલુ અને પ્રાંતિજથી ત્રણેક કીમી દુર આવેલુ શિવ મંદીર.
- વારાહી શક્તિપીઠ - પોગલુ ગામમાં આવેલું સ્થળ. અહીં આસો નવરાત્રીના આઠમના દિવસે યજ્ઞ અને ખીરનું પ્રસાદનું મહત્વ છે.
- માર્કેન્ડશ્વર મહાદેવ - પ્રાંતિજ શહેરના ઉત્તર પશ્વિમમાં આવેલું શિવ મંદિર.
શિક્ષણ
[ફેરફાર કરો]પ્રાંતિજ તાલુકામાં એક (૧) ઔદ્યોગિક તાલિમ સંસ્થા, ચાર (૪) પી. ટી. સી. કોલેજો, ત્રણ (૩) બી. એડ. કોલેજો, ચોત્રીસ (૩૪) માધ્યમિક શાળાઓ તથા એકસો તેર (૧૧૩) પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ ઉપરાંત દરેક ગામમાં નાનાં ભુલકાંઓ માટેની આંગણવાડી પણ આવેલી છે.
પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજ અને સલાલ ખાતે પાવર સ્ટેશન આવેલાં છે.
પ્રાંતિજ તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |