વડાલી
વડાલી | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 23°56′34″N 73°02′16″E / 23.942912°N 73.037764°E | ||||
દેશ | ![]() | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | સાબરકાંઠા | ||||
તાલુકો | વડાલી તાલુકો | ||||
નજીકના શહેર(ઓ) | ઇડર | ||||
વિધાનસભા મતવિસ્તાર | વડાલી | ||||
વસ્તી | ૨૦,૬૪૬[૧] (૨૦૧૧) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
• 75 metres (246 ft) | ||||
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, નગર પાલિકા, તાલુકા પંચાયત, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, કોલેજ (સરકારી, વિજ્ઞાન, આઇટીઆઇ, પોલીટેકનિક) | ||||
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન | ||||
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી શાકભાજી | ||||
કોડ
|
વડાલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
વડાલી ઇડરથી ઉત્તરમાં રહેલું પ્રાચીન નગર ગણાય છે, કદાચ તે ચીની પ્રવાસી ઝુઆનઝાંગે માળવા અને વલભીની વચ્ચે મુલાકાત લીધી તે ઓ-ચા-લિ અથવા વડારી હશે. ૧૧મી સદીમાં તે મોટા રાજ્યનું કેન્દ્ર હતું.[૨]
હરીપાલના (પરમાર વંશ) પુત્ર સહનપાલે વિક્રમ સંવત ૧૨૬૪ (ઇ.સ. ૧૨૦૮)માં વડાલીમાં વૈદ્યનાથ મંદિરનો મંડપ બંધાવ્યો હતો.[૩]
નામ[ફેરફાર કરો]
વડાલીનું જૂનું નામ વત્પલી હતું, જે કાળક્રમે અપભ્રંશ થઈને વડાલી બન્યું.
ભૂગોળ[ફેરફાર કરો]
નજીકનું શહેર ઇડર ૩૦ કિમીના અંતરે આવેલું છે. વડાલી અંબાજીથી ૬૫ કિમીના અંતરે આવેલું છે.
આબોહવા[ફેરફાર કરો]
શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯ સે. રહે છે જ્યારે ઉનાળામાં સૂકી હવા તાપમાનમાં વધારો કરે છે જેના કારણે ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૫ સે. સુધી પહોંચી જાય છે, સામાન્ય રીતે અહીં વિષમ આબોહવા હોય છે.
ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]
વડાલીમાં ઘણા મંદિરો અને જૈન દેરાસર આવેલા છે. અહીં ૪ અતિ પ્રાચીન દેરાસર છે. અમીઝરા પારસનાથના દેરાસર માટે એમ કહેવાય છે કે ત્યાં એક સમયે અમી (અમૃત) ઝરતાં હતાં. ત્યાં મણિભદ્ર દાદાની પ્રતિમા વિરાજે છે.
મુખ્ય વિસ્તારો[ફેરફાર કરો]
ધરોઈ ત્રણ રસ્તા, શ્રીનગર, સગર વાસ, ગાયાત્રીનગર, આંબેડકર નગર, ઉમિયાનગર, શાંતિ નગર, સ્વાયમ બંગલો, રામ નગર વગેરે અહીંના મુખ્ય વિસ્તારો છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Vadali Population, Caste Data Sabarkantha Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved 2018-08-04. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૪૪૨. Check date values in:
|year=
(મદદ)આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
- ↑ Gazetteers: Sabarkantha District. Directorate of Government Print., Stationery and Publications. ૧૯૭૪. p. ૭૪. Check date values in:
|year=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |