લખાણ પર જાઓ

માળવાનો ઉચ્ચપ્રદેશ

વિકિપીડિયામાંથી

માળવાનો ઉચ્ચપ્રદેશ વિંધ્યાચળ પર્વતમાળા પર આધારિત એક ત્રિભુજાકાર ઉચ્ચપ્રદેશ છે.

માળવાના ઉચ્ચપ્રદેશની પૂર્વ દિશામાં બુદેંલખંડ અને ઉત્તર પશ્ચિમ દિશામાં અરવલ્લીની પર્વતમાળા સ્થિત છે. આ ઉચ્ચ્પ્રદેશનો ઢાળ ઉત્તર પૂર્વ દિશા તરફ છે. અહીં આવેલી નદીઓ ચંબલ, કાલી સિંધ, બેતવા, કેન વગેરે છે. આ ઉચ્ચપ્રદેશની દક્ષિણ દિશા તરફ દખ્ખણનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જે મોટા પ્રમાણમાં કપાયેલો અને ત્રુટક છે. ઉત્તર દિશામાં નદીઓના કછારી નિક્ષેપ તથા યમુના નદીના ખાદર ક્ષેત્ર સ્થિત છે. માળવાનો ઉચ્ચપ્રદેશ ભૌતિક બનાવટ અનુસાર ઉત્તર તરફ આરે વિંધ્ય ઉચ્છૃંગ તથા દક્ષિણ તરફ દખ્ખણના લાવાના ઉચ્ચપ્રદેશમાં વિભાજિત થયેલી છે. વિંધ્યાચળ પર્વતમાળા પર સાગનાં જંગલો છે, સામાન્ય ઊચાઇ ધરાવતા ક્ષેત્રોમાં ગામડાં તથા નગરો વસેલાં છે. આ ઉચ્ચપ્રદેશમાં ૨૫ ઇંચ સુધી વરસાદ પડે છે, પરંતુ આ વરસાદ અનિશ્ચિત હોય છે. જુવાર, ઘઉં, ચણા તથા તલ જેવાં ખેત-ઉત્પાદનો ઉપરાંત લાવાયુક્ત કાળી રેગર ભૂમિ પર કપાસ પણ પેદા થાય છે. ઈંદોર, ગ્વાલિયર, લશ્કર, ભોપાલ તથા ઉજ્જૈન આ પ્રદેશમાં આવેલાં પ્રસિદ્ધ નગરો છે.