કેન નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કેન નદી
Strong rooted in the middle of violent Ken.JPG
કેન નદી
સ્થાન
દેશભારત
રાજ્યમધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ
વિસ્તારબુંદેલખંડ
ભૌગોલિક લક્ષણો
સ્રોતઅહિરગાંવ
 ⁃ સ્થાનકૈમુર પર્વતમાળા, કટની જિલ્લો, મધ્ય પ્રદેશ
 ⁃ ઊંચાઇ550 m (1,800 ft)
મુખયમુના
 - સ્થાનચિલ્લા, ફતેહપુર જિલ્લો, ઉત્તર પ્રદેશ
 - અક્ષાંશ-રેખાંશ25°46′N 80°31′E / 25.767°N 80.517°E / 25.767; 80.517
લંબાઈ427 km (265 mi)
સ્રાવ 
 ⁃ સરેરાશ310 m3/s (11,000 cu ft/s)[૧]

કેન નદી એ બુંદેલખંડ પ્રાંતની મુખ્ય નદીઓ પૈકીની એક છે. આ મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ એમ બે રાજ્યોમાં થઈ વહે છે. તે યમુના નદીની સહાયક નદીઓ પૈકીની એક છે.

નદીનો માર્ગ[ફેરફાર કરો]

આ કેન નદી નીકળે છે જબલપુર જિલ્લાના અહિરગાંવાં નામના ગામ નજીકના ઉત્તર-પશ્ચિમ ઢોળાવ પરના બારનેરના પહાડી ક્ષેત્રમાંથી નીકળે છે [૨] અને ૪૨૭ કિલોમીટર જેટલું અંતર કાપી ચિલ્લા ગામ, બાંદા જિલ્લો, ઉત્તર પ્રદેશ ખાતે યમુના નદીમાં મળી જાય છે, જેનું ભૌગોલિક સ્થાન 25°46′N 80°31′E / 25.767°N 80.517°E / 25.767; 80.517

કેન નદીનો સ્ત્રાવ વિસ્તાર એકંદરે ૨૮,૦૫૮ ચોરસ કિલોમીટર છે, જે પૈકી ૧૨,૬૨૦ ચોરસ કિલોમીટર સ્ત્રાવ વિસ્તાર આ નદીની ઉપનદી એવી સોનાર નદીનો છે, જે સમગ્ર મધ્ય પ્રદેશ પરિસરમાં ફેલાયેલ છે; અને સાથે તેના 427 kilometres (265 mi)ના પ્રવાસ દરમિયાન અન્ય ઉપનદીઓ જેમ કે બવાસ નદી, દેવાર નદી, કૈથ નદી, બૈન્ક નદી (ડાબા કાંઠાની ઉપનદીઓ) અને કોપરા નદી તથા બિઅરમા નદી (જમણા કાંઠાની ઉપનદીઓ)માંથી પણ તે મેળવે પાણી છે. તેની કુલ લંબાઈ 427 kilometres (265 mi) પૈકી 292 kilometres (181 mi) મધ્ય પ્રદેશ રાજ્યમાં વહે છે, જ્યારે 84 kilometres (52 mi) જેટલું અંતર ઉત્તર પ્રદેશ રાજ્યમાં વહે છે, અને 51 kilometres (32 mi) જેટલું અંતર બે રાજ્યો વચ્ચેની સરહદ તરીકે વહે છે.[૩]

બિજાવર-પન્ના ટેકરીઓ પાર કરતી વખતે કેન નદી ૬૦ કિ. મી અંતર માટે ૧૫૦-૧૮૦ મીટર ઊંડા કોતરમાં થઈને વહે છે. કેટલાક પ્રવાહો આ નદીમાં જોડાવા ધોધ બનાવે છે. આ કેન નદીનો ખીણપ્રદેશ રેવા ઉચ્ચપ્રદેશને સતના ઉચ્ચપ્રદેશમાંથી અલગ કરે છે.[૪]

પ્રવાસી આકર્ષણ[ફેરફાર કરો]

કેન નદી પર આવેલ રાનેહ ધોધ અને કેન ઘરિયલ અભયારણ્ય પર્યટન આકર્ષણો છે. આ નદીના ખડકોની રચના અહીં એક અદભૂત દેખાવ (અલગ અલગ રંગછટામાં ગ્રેનાઇટ, ડોલોમાઇટ અને ક્વાર્ટઝ ખડકો) પ્રસ્તુત કરે છે. કેન અને સિમરી નદીઓના સંગમ પર ગંગાઉ બંધનું નિર્માણ કરવામાં આવેલ છે.[૫] આ કેન નદી પન્ના નેશનલ પાર્કમાંથી પસાર થાય છે.[૬]

આ કેન નદીના કિનારા પર કેટલાક કિલ્લાઓ હતા, જેનો ઉપયોગ આ પ્રદેશના રાજપૂતો મોગલ સામે લડવા માટે કરતા હતા. આજકાલ આ કિલ્લાઓ પર ડાકુઓ દ્વારા કબજો કરવામાં આવે છે અને આ સ્થાનિક પોલીસ માટે એક ચિંતાનું કારણ બનેલ છે. આ કિલ્લાઓની વર્તમાન ખંડેર પરિસ્થિતિ એવી છે કે આ દિવાલો નીચે ટેકરી તેઓ પરથી જોવી મુશ્કેલ છે અને ખંડેરની માત્ર મુખ્ય ઇમારતો હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. આ પૈકી કેટલાક કિલ્લાઓ આરોહણ માટે હજી સારા છે.

આ નદી તેના દુર્લભ પથ્થર સાઝાર અથવા ડેન્ડ્રિટિક અકીક પથ્થર માટે પ્રખ્યાત છે. બાંદા શહેર કેન નદીના કિનારા પર આવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Hydrology" (PDF). nwda.gov.in. National Water Development Authority. Retrieved 22 April 2014. Check date values in: |accessdate= (મદદ)
  2. "Chapter 2 – Physical Features" (PDF). the original (PDF) માંથી નવેમ્બર ૭, ૨૦૦૭ પર સંગ્રહિત. Retrieved ૨૦૧૦-૦૭-૧૫. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  3. Jain, Sharad K. (૨૦૦૭). Hydrology and water resources of India- Volume 57 of Water science and technology library - Tributaries of Yamuna river. Springer. p. 354. ISBN 1-4020-5179-4. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Check date values in: |year= (મદદ)"A Watershed" (PDF). Envis Madhya Pradesh. Retrieved ૨૦૧૦-૦૭-૧૫. Check date values in: |accessdate= (મદદ)
  4. Sharma, Shri Kamal. Spatial framework and economic development. p. 22. Google books. Retrieved ૨૦૧૦-૦૭-૧૧. Check date values in: |access-date= (મદદ)
  5. "Khajuraho Attractions". Sulekha. Retrieved ૨૦૧૦-૦૭-૧૫. Check date values in: |accessdate= (મદદ)
  6. "Ken River Lodge". Nature Safari India. Retrieved ૨૦૧૦-૦૭-૧૫. Check date values in: |accessdate= (મદદ)