લખાણ પર જાઓ

કટની જિલ્લો

વિકિપીડિયામાંથી

કટની જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કટની જિલ્લાનું મુખ્ય મથક કટની નગર ખાતે આવેલું છે.

ચુનાના પથ્થરોના શહેર તરીકે લોકપ્રિય એવું કટની શહેરના નામથી જેનું નામ પાડવામાં આવ્યું છે એવો ઉત્તરીય મધ્ય પ્રદેશનો આ જિલ્લો ૪૯૫૦ ચોરસ કિમી જેટલા ક્ષેત્રમાં ફેલાયેલો છે. ઢીમરખેડા. બહોરીબંદ, મુરવાડા અને કરોન્દી અહીંનાં લોકપ્રિય પર્યટન સ્થળો છે. મુડવાડા કટની, નાની મહા નદી અને ઉમદર નદી આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. કટની જિલ્લામાં આવેલું સ્લિમનાબાદ ગામ સંગેમરમરના પથ્થરો માટે પ્રસિદ્ધ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]