લખાણ પર જાઓ

ઇન્દૌર જિલ્લો

વિકિપીડિયામાંથી

ઇન્દૌર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઇન્દૌર જિલ્લાનું મુખ્ય મથક ઇન્દૌર શહેરમાં આવેલું છે.

આ જિલ્લામાં કુલ ૪ તાલુકાઓ આવેલા છે - ઇન્દૌર, દેપાલપુર, સાંવેર તથા મહુ. ઇન્દૌર જિલ્લાની ઉત્તર દિશામાં ઉજ્જૈન જિલ્લો, પૂર્વ દિશામાં દેવાસ જિલ્લો, દક્ષિણ દિશામાં ખરગોન જિલ્લો અને પશ્ચિમ દિશામાં ધાર જિલ્લો આવેલા છે. આ જિલ્લામાંથી ચંબલ નદી અને ક્ષિપ્રા નદી પસાર થાય છે.