ચંબલ નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ચંબલ નદી
નદી
ધોલપુર, રાજસ્થાન નજીક ચંબલ નદી
દેશ ભારત
રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ
ઉપનદીઓ
 - ડાબે પશ્ચિમ બનાસ નદી‌, મેજ નદી
 - જમણે પરબતી નદી, કાલી સિંધ નદી, શિપ્રા નદી
સ્ત્રોત માનપુરા નજીક
 - સ્થાન જનપાઓ ટેકરીઓ, ઇન્દોર, મધ્ય પ્રદેશ, ભારત
 - ઉંચાઇ ૮૪૩ m (૨,૭૬૬ ft)
મુખ યમુના નદી
 - સ્થાન સાહોન, ભિંડ અને ઇટાવા, મધ્ય પ્રદેશ, ભારત
 - ઉંચાઇ ૧૨૨ m (૪૦૦ ft)
લંબાઈ ૯૬૦ km (૫૯૬.૫ mi)
Basin ૧,૪૩,૨૧૯ km2 (૫૫,૨૯૭.૨ sq mi)
Discharge
 - સરેરાશ ૪૫૬ m3/s (૧૬,૧૦૩ cu ft/s) [૧]
 - મહત્તમ ૨,૦૭૪.૬૮ m3/s (૭૩,૨૬૭ cu ft/s)
 - ન્યૂનતમ ૫૮.૫૩ m3/s (૨,૦૬૭ cu ft/s)

ચંબલ નદી (હિંદી: चँबल नदी) ભારત દેશના મધ્ય ભાગમાં આવેલી છે, જે યમુના નદીની ઉપનદી (સહાયક નદી) છે. આ નદી ભારત દેશના મધ્ય પ્રદેશ ઉત્તર તથા ઉત્તર-મધ્ય ભાગમાં તથા રાજસ્થાન રાજ્યના વિસ્તારોમાંથી વહે છે. આ નદી ઉત્તર પ્રદેશ રાજ્યમાં દક્ષિણ તરફ વહેતી યમુના નદીને મળતા પહેલાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યો વચ્ચે સીમા બનાવે છે.

આ નદી એક બારેય માસ વહેતી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થળ મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા માનપુરા ખાતે આવેલું છે. આ સ્થળ મહુ શહેરથી દક્ષિણ દિશામાં, ઈંદોર શહેર નજીક વિંધ્યાચલ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર આવેલું છે. ચંબલ અને તેની સહાયક નદીઓ મધ્ય પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગમાં આવેલા માળવા ક્ષેત્રમાંની નાની નદીઓ માં મુખ્ય છે. આ ઉપરાંત તેની સહાયક નદી, બનાસ કે જે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે, તે પણ તેમાં મળી જાય છે. ચંબલ, કાવેરી, યમુના, સિન્ધુ , પહુજ ભરેહ પાસે પચનદામાં, ઉત્તર પ્રદેશ રાજ્યના ભિંડ અને ઇટાવા જિલ્લાની સીમા પર આવેલા પાંચ નદીઓના સંગમ પર સમાપ્ત થાય છે.

આ નદીની લંબાઈ ૯૬૫ થી ૯૬૬ કિલોમીટર જેટલી છે. એમાંથી મધ્ય પ્રદેશમાં ૩૩૫ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Assessment of minimum water flow requirements of Chambal River in the context of Gharial (Gavialis gangeticus) and Gangetic Dolphin (Platanista gangetica) conservation" (PDF). www.wii.gov.in. Wildlife Institute of India. એપ્રિલ ૨૦૧૧. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ મેળવેલ. Unknown parameter |last૩= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૪= ignored (મદદ); Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૪= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]