ડિંડોરી જિલ્લો

વિકિપીડિયામાંથી

ડિંડોરી જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ડિંડોરી જિલ્લાનું મુખ્ય મથક ડિંડોરી શહેરમાં આવેલું છે. ૬૧૨૮ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવતા આ જિ૯લાનો વહીવટ જબલપુર પ્રાંત દ્વારા કરવામાં આવે છે. આ જિલ્લાની પૂર્વ દિશામાં શાહડોલ, પશ્ચિમ દિશામાં મંડલા, ઉત્તર દિશામાં ઉમરિયા તેમ જ દક્ષિણ દિશામાં છત્તીસગઢ રાજ્યનો નવરચિત મુંગેલી જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લામાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે, જે પૈકી બાઇગા આદિવાસીઓ મુખ્ય છે.

તાલુકાઓ[ફેરફાર કરો]

  • ડિંડોરી
  • શાહપુરા
  • મેહંદીવાની
  • અમરપુર
  • બજાગ
  • કરંજિયા
  • સામનાપુર

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 22°57′N 81°05′E / 22.950°N 81.083°E / 22.950; 81.083