લખાણ પર જાઓ

અક્ષાંશ-રેખાંશ

વિકિપીડિયામાંથી
(Geographic coordinate system થી અહીં વાળેલું)
અક્ષાંશ-રેખાંશ
વર્તુળાકાર પૃથ્વીને સપાટ કરીને સમાંતર રેખાશ કરેલો નક્શો

ભૂગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશ ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષિણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે.

પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પૃથ્વીના પરિભ્રમણની ધરી જ્યાં પૃથ્વી ના સ્તરને છેદે છે તે બિંદુઓને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ કહે છે. તમામ રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવ અને દક્ષીણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળાકાર રેખાખંડ છે. જ્યારેકે અક્ષાંશ એ આ રેખાંશ ને કાટખૂણે છેદતા પૃથ્વી સપાટી પર આવેલા સમાંતર વર્તુળો છે. આથી પૃથ્વી પર આવેલા (બે ધ્રુવ સિવાયના) કોઇ પણ સ્થાને થી એક અને માત્ર એક અક્ષાંશ તથા એક અને માત્ર એક રેખાંશ પસાર થાય છે તેમ કહી શકાય. અને આ બે રેખાઓના પૃથ્વી ના ગોળાની સાપેક્ષ બનતા ખૂણા ઓના માપ પરથી આપણે કોઇ પણ સ્થાનને ફક્ત બે આંકડાઓની મદદ થી દર્શાવી શકીએ છીએ.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]